Abtak Media Google News

સાઉથ આફ્રિકા-એ ટીમ સામે ઈન્ડિયા-એ ટીમ પાંચ વન-ડે મેચ રમશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ સિનીયર ટીમનાં હેડ કોચ સિતાંશુ કોટકની સાઉથ આફ્રિકા-એ ટીમ સામેની સીરીઝ માટે ભારતીય-એ ટીમનાં હેડ કોચ તરીકે નિમણુક કરવામાં આવી છે. ઈન્ડિયા ટીમ-એ અને સાઉથ આફ્રિકા ટીમ-એ વચ્ચે આવનારી ૨૯ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર સુધી ભારતમાં પાંચ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૯ તારીખે પ્રથમ મેચ, ૩૧મી ઓગસ્ટે બીજો મેચ જયારે ૨ સપ્ટેમ્બરનાં રોજ ત્રીજો મેચ, ૪ સપ્ટેમ્બરનાં રોજ ચોથો મેચ અને ૬ સપ્ટેમ્બરનાં રોજ પાંચમો મેચ આમ પાંચ વન-ડે ત્રિવેન્દ્રમ ખાતે રમાશે. ઈન્ડિયા-એ ટીમ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ મેચ એવા બે મેચ ત્રિવેન્દ્રમ અને મૈસુર ખાતે યોજાશે.

સિતાંશુ કોટક આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝમાં ઈન્ડિયા-એ ટીમનાં બેટીંગ કોચ તરીકે પદભાર સંભાળ્યો હતો જેમાં ભારતીય ટીમે વન-ડે સીરીઝ ૪-૧થી જીતી હતી અને ટેસ્ટ સીરીઝ ૨-૦થી જીતી હતી. સિતાંશુ કોટક આની સાથોસાથ શ્રીલંકા-એ સામેની સીરીઝમાં પણ ઈન્ડિયા-એ ટીમનાં હેડ કોચ તરીકે કામગીરી કરી હતી જેમાં ઈન્ડિયા-એ ટીમે ટેસ્ટ સીરીઝ ૨-૦થી જીતી હતી અને વન-ડે સીરીઝ ૨-૨ સાથે બરાબર રહી હતી. ઇન્ડિયા-એ ટીમનાં હેડ કોચ તરીકે સિતાંશુ કોટકની વરણી થતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.