Abtak Media Google News
  • જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં સરેરાશના 102 ટકા વરસાદ પડવાની આગાહી

દેશમાં ભીષણ ગરમી વચ્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. એજન્સીએ દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશના 102 ટકા વરસાદની આગાહી કરી છે. જોકે આ આગાહીમાં પાંચ ટકાનો તફાવત જોવા મળી શકે છે. આમ દેશમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન લાંબા ગાળાની સરેરાશના 96-104 ટકા વરસાદ આવી શકે છે. 12 જાન્યુઆરી 2024એ કરેલી આગાહીમાં પણ સ્કાયમેટે સામાન્ય વરસાદની આગાહી કરી હતી અને તેને જાળવી રાખી છે. એટલુજ નહિ સીઝનના બીજા તબક્કામાં પ્રથમ તબક્કાની સરખામણીમાં ઘણી સારી સ્થિતિ રહેશે.

સ્કાયમેટે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં પૂરતા પ્રમાણમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ચોમાસા પર નિર્ભર મુખ્ય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં થશે.

પૂર્વીય રાજ્યો બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જુલાઈ અને ઓગસ્ટના ચોમાસાના પીક મહિના દરમિયાન વરસાદની ઘટનું જોખમ રહેશે. ઉત્તરપૂર્વ ભારતમાં સિઝનના તબક્કા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં જૂન માસમાં સારો એવો વરસાદ થશે પછી 12 થી 15 દિવસ જેવો બ્રેક પણ જોવા મળી શકે છે ત્યારબાદ જુલાઈમાં પણ સારો વરસાદ રહેવાની આગાહી ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં અને પાછો ત્રા મહિનામાં પણ સારો એવો વરસાદ રહેવાની હાલ આગાહી કરાઈ છે.

ટેકનોલોજી વિકસિત થતા હવે આગાહી સચોટ થવા લાગી છે

હવામાનની આગાહી માટે બલુનનો ઉપયોગ 50 કરતાં વધુ વર્ષોથી થઈ રહ્યો છે. આ બલૂન જમીન સ્તરથી 30 કિલોમીટર ઉપર સુધીના હવામાનની જાણકારી આપે છે. બલૂનમાં હાઈડ્રોજન ગેસ હોવાથી ઝડપથી બલૂન આકાશમાં ઉડે છે. અને તેમાં જીપીએસ પણ લગાવવામાં આવેલું હોય છે જે પવનની ગતિ ની માહિતી આપે છે અને તેના મુજબ આગાહી પણ કરવામાં આવે છે. બીજી તરફ ભારત દ્વારા અનેકવિધ સેટેલાઈટ અને અવકાશમાં છોડી છે જે સતત પૃથ્વી પરના વાતાવરણ ની દેખરેખ કરે છે અને તે મુજબ વરસાદની આગાહી પણ કરવામાં આવે છે. પર્યાવરણીય સંશોધનમાં વરસાદની ચોક્કસ આગાહી એ એક મુખ્ય પડકાર છે કારણ કે વરસાદ ઘણા પરિબળો અને વાતાવરણીય પરિસ્થિતિઓથી પ્રભાવિત છે.

વિવિધ પ્રકારના વરતારાથી ચોમાસાનો અંદાજ લગાવી શકાય

વરસાદની આગાહી કરવી ઘણા ખરા અંશે અશક્ય છે.  સારો વરસાદ આવશે કે ખરાબ વરસાદ તે અંગે અનેક વરતારા કરવામાં આવતા હોય છે મહદંશે આ વર્તારા સાચા પણ સાબિત થાય છે. વર્તારા અંગે જો વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારના વર્તારા જેવા કે, આકાશમાં રહેતા વાદળો પરથી, હોળીની ઝાર પરથી, વર્ષારાણી ના ફૂલ પરથી, ખાનગી એજન્સી દ્વારા, વિવિધ ખગોળશાસ્ત્રીઓ મારફતે, વનસ્પતિ વિદો દ્વારા, કૃષિ વૈજ્ઞાનિક – પર્યાવરણવિદો દ્વારા, ખગોળશાસ્ત્રીઓ દ્વારા, અખાત્રીજના પવન, હવા, વીજળી, ભેજ અને તાપમાન આમ અનેક પ્રકારે વરસાદનો વર્તારો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.