Abtak Media Google News

પૃથ્વીથી ૧૫ કરોડ કિલોમીટર દુર સુર્યની તસવીર નાસાએ ઝડપી

અંતરીક્ષ ક્ષેત્રે ઘણાખરા સંશોધનો નાસા દ્વારા કરવામાં આવતા હોય છે જેનો સીધો જ ફાયદો વૈજ્ઞાનિકોની સાથોસાથ દેશનાં વિકાસ માટે કરવામાં આવે છે પરંતુ નાસાના સોલાર ઓલબીટર દ્વારા સુર્યનું પીકચર ઝડપ્યું છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ નાસા દ્વારા જે સોલાર ઓલબીટર અવકાશમાં તરતુ મુકયું છે તેને પૃથ્વીથી ૧૫ કરોડ કિલોમીટર દુર રહી સુર્યની તસવીર ઝડપી છે. ફોટોમાં સ્પષ્ટ ચિત્ર દેખાય રહ્યું છે કે, સુર્યની ઈર્ડગીર્દ નાના-નાના કેમ્પ ફાયર બનેલા છે જેની ગણતરી કરવી મુશ્કેલ નહીં પરંતુ નામુમકિન પણ છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલા કેમ્પ કાર્નિવલ થકી આ ચિત્ર વૈજ્ઞાનિકોને સોલાર ઓલબીટર થકી પ્રાપ્ત થયું છે.

Advertisement

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ સોલાર ઓલબીટર પૃથ્વી અને સુર્યથી અડધો અડધ દુર એટલે કે આશરે ૭ કરોડ કિલોમીટર દુરથી આ ચિત્ર વૈજ્ઞાનિકોને મોકલવામાં આવ્યું છે. ઓલબીટર દ્વારા જે સુર્યનો ફોટો ઝડપ્યો છે તે અત્યંત હાઈ રીઝલયુશન પરનો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. નાસા દ્વારા છોડવામાં આવેલું પારકર સોલાર પ્રોબ સુર્યની અત્યંત નજીક પરીભ્રમણ કરી રહ્યું છે જે સોલાર ઓલબીટરથી ખુબ જ દુર જવાનું પણ સામે આવ્યું છે. સુર્યનાં જે ચિત્રો નાસાને મળી રહ્યા છે તેનું એકમાત્ર કારણ એ છે કે હાલ જે ઓલબીટર સુર્યની નજીક છે તેના પરીણામરૂપે આ કાર્ય શકય બન્યું છે. ચિત્રમાં જે નાના કેમ્પ ફાયર દેખાય રહ્યા છે તે એટલા નાના છે કે તેનું યોગ્ય પ્રશિક્ષણ કરવું પણ અત્યંત કપરુ છે. દરેક લોકોને સુર્યની આજુબાજુ નાના કેમ્પ ફાયર દેખાતા હોય છે પરંતુ તેનું યોગ્ય ચિત્ર કેવું હોય તે હજુ સુધી કોઈપણ લોકોને ખ્યાલ પડયો નથી પરંતુ સોલાર ઓલબીટર દ્વારા જે સુર્યનો ફોટો ઝડપવામાં આવ્યો છે તેનાથી સુર્યની આજુબાજુ રહેલા નાના કેમ્પ ફાયરોનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે.

Nasa

નાસા દ્વારા હાલ જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે એ આશા પણ વ્યકત થઈ રહી છે કે, આવનારા સમયમાં સુર્યને લગતા ઘણાખરા જે સંશોધનો થવાના બાકી છે તે હવે પૂર્ણ થઈ શકશે અને ઘણાખરા નવા અભ્યાસો પણ શકય બનશે. અંતરીક્ષમાં ઘણાખરા મુદાઓ એવા રહેલા છે કે જેનું હજી કોઈ તારણ આવ્યું નથી. કયાંક ટેકનોલોજીનો અભાવ પણ કારણ હોય શકે છે. નાસા, ઈસરો જેવી અવકાશી સંસ્થાઓ તનતોડ મહેનત કરી અવકાશમાં દટાયેલા અનેકવિધ સત્યને બહાર લાવવા માટે વિવિધ પ્રકારનાં અભ્યાસો અને પ્રશિક્ષણ પણ કરતા હોય છે ત્યારે ટેકનોલોજીની મદદથી જે ઘટના સામે આવી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ શકે છે કે આવનારા સમયમાં સુર્યની ઘણીખરી કામગીરી અને દટાયેલા રહસ્યો ઉજાગર થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.