Abtak Media Google News

જૂનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રીનહાઉસ/નેટ હાઉસમાં થતા પાકોની ખેડૂતોને તાલીમ: ૧૫ દિવસીય તાલીમનો પ્રારંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે નાયબ બાગાયત નિયામક, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ થી ૧૨ ફ્રેબ્રુઆરી ૨૦૨૦ સુધી ૧૫ દિવસીય ગ્રીન હાઉસ નેટહાઉસમાં થતાં પાકોની ખેતી ઉપરની તાલીમમાં સમગ્ર સૌરાષ્ટ્રનાં જુદા-જુદા વિસ્તારના ગ્રીન હાઉસ/નેટ હાઉસ કરવા માંગતા ૫૦ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. ગ્રીનહાઉસ એટલે કે પ્લાસ્ટિક, પોલીથીલીન કે કાચના પારદર્શક આવરણથી ઢાકેલું ફ્રેમ સાથેનું ચોકકસ પ્રકારનું  માળખુ કે જેમાં જે તે પાકની જરૂરિયાત મુજબ અંદરના વાતાવરણમાં ફેરફાર કરી શકાય છે. તેનો મુખ્ય  ફાયદો એ છે કે ઓછા વિસ્તારમાંથી બારેમાસ વધુ પ્રમાણમાં ગુણવત્તા સભર ઉત્પાદન મેળવી શકાય છે. ગ્રીનહાઉસ ટેકનોલોજી એકવીસમી સદી માટે એક આદર્શ ટેકનોલોજી બની રહેશે ગ્રીન હાઉસના મુખ્ય ફાયદાઓમાં એક તો એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મળે છે, બીજા કોઈ પણ પાક બારે માસ લઈ શકાય છે. સમયની બચત થાય છે અને ઉત્પાદનની ગુણવતા સારી રહે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો.વી.પી.ચોવટીયાનાં માર્ગદર્શન હેઠળ આ તાલીમનું ઉદ્ધાટન કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.વી.વી.રાજાણીએ જણાવ્યું હતું કે, ધાન્ય પાકો, કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાના પાકો, મરીમસાલાના પાકો ફળ,શાકભાજી, આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકો રક્ષિત ખેતીની ભેટ ધરી. તેને કારણે આજે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં થતી ખેતીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહી અગાઉની સરખામણીમાં ઓંછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે.

આ પ્રસંગે કુલસચિવ ડો. પી. એમ. ચૌહાણે જણાવ્યું કે, ગ્રીન હાઉસ એ કાચ અથવા પ્લાસ્ટીક થી બનાવેલુ એક ઘર જેવું માળખું હોય છે જેમાં ઇચ્છિત પાકને અનુકૂળ હવા, તાપમાન, પાણી, પાણીમાંનો ભેજ, છોડવાંઓને પોષક તત્ત્વો, પ્રકાશ વિગેરે નિયંત્રિત કરીને એટલે કે નિયંત્રીત તાપમાન અને વાતાવરણ માં ખેતી કરીને મહતમ માત્રામાં  ઉત્પાદન મેળવી શકાય છે. આમાં મશરૂમની ખેતી, વિવિધ ફુલોનીં ખેતી, શાકભાજીની ખેતી, ઔષધી પાકોની ખેતી વગેરે આવી શકે છે. લો કોસ્ટ ગ્રીન હાઉસનો ઉપયોગ કરી હાલની પયોવરણીય સમસ્યાઓ (વધુ ઠંડી,  વધુ તાપ કે વધુ  વરસાદ) થી બચવા નાના ખેડૂતો ગુણવત્તા સભર પાકો મેળવવા માટે ગ્રીન હાઉસનો ઉપયોગ કરે તો બેથી અઢી ગણું ઉત્પાદન મેળવી શકે છે.

7537D2F3 17

ગુજરાત રાજયમાં ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડીને બાગાયતી પાકોની ખેતી કરવા પ્રેરાયા છે. બાગાયતી પાકોનો વિસ્તાર વધે તે માટે રાજય સરકારે કેટલીક પ્રોત્સાહક યોજનાઓ બનાવેલ છે. ખેતીપાકો કે જે સામાન્ય વાતાવરણમાં સહેલાઈથી ઉગાડી શકાતા ન હોય તેવા પાકોની માગને પહોંચી વળવા તેનો ઉછેર ગ્રીનહાઉસ કે પોલીહાઉસમાં કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે પણ કૃષિ વૈજ્ઞાનિકો વિવિધ પાકોની નવી જાતો શોધવાની સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે તેવી ખેતી પધ્ધતિઓની શોધ કરતા રહે છે. છેલ્લા એક દાયકામાં શાકભાજી અને ફળ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યુ છે. તે સાથે આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકોએ રક્ષિત ખેતીની ભેટ ધરી. તેને કારણે આજે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં થતી ખેતીનું પ્રમાણ વધ્યુ છે. એટલું જ નહી અગાઉની સરખામણીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે. ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે.

એચ.સી. ઉસદડીયા, નાયબ બાગાયત નિયામકે જણાવ્યું કે, ગુજરાતમાં પણ શાકભાજીની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્વનું અંગ ગણવામાં આવે છે. આપણા રાજયમાં ઉનાળામાં ઊંચુ તાપમાન, અચોકકસ વરસાદ, વધુ પડતો તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ હવામાનના ભેજના ટકામાં વધઘટ વગેરે વાતાવરણીય પરિબળોથી શાકભાજી ના પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ દ્બારા અંદરના વાતાવરણના પરિબળને નિયંત્રણમાં રાખી સારી ગુણવત્તા વાળા રોગ જીવાત મુકત શાકભાજી મેળવી શકાય છે. ઉપરાંત બાગાયત વિભાગના વડા ડો. ડી. કે. વરૂએ પણ ઉપયોગી સુચન કર્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ ખેતી નિયામક એ. એમ. કરમુર અને જે. ડી. ગોડલીયાએ માર્ગદર્શન આપેલ, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોર્ષ કોર્ડીનેટર ડો. જી. આર. ગોહિલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એ.એમ. પોલરા અને નયના સાવલિયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.