Abtak Media Google News

ડ્રેનેજની લગતી સૌથી વધુ ૧૫,૩૨૮, પાણીને લગતી ૫૪૬૯, લાઈટીંગની ૫૩૫૭ ફરિયાદો

કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટમાં છેલ્લા ૮૨ દિવસમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં અલગ-અલગ પ્રકારની ૩૮,૦૩૯ ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી આજની તારીખે ૧૦૨૮ ફરિયાદો પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજને લગતી ૧૫,૩૨૮ છે. જયારે પાણીને લગતી ૫૪૬૯ અને રોશનીને લગતી ૫૩૫૭ ફરિયાદો નોંધાઈ છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ ગત ૧ જાન્યુઆરીથી ૨૩ માર્ચ સુધીમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં કુલ ૩૮,૦૩૯ ફરિયાદો નોંધાઈ છે જેમાં રખડતા ઢોર અંગે અને કુતરાઓના ત્રાસ અંગેની ૨૬૪ ફરિયાદ, સીટી બસ અને જીબ્રા ક્રોસીંગ અંગેની ૫૯૮ ફરિયાદ, બાંધકામ શાખાને લગતી ૧૦૨૭ ફરિયાદ, ડ્રેનેજ ઉભરાતી હોવાની, ડ્રેનેજ ગાર્બેજ કલેકશન ન થતું હોવાની અને મેઈન હોલ ઉભરાતી હોવાની કુલ ૧૫,૩૨૮ ફરિયાદ નોંધાઈ છે.

આ ઉપરાંત ગેરકાયદે ડ્રેનેજ કનેકશન, કુંડી રીપેરીંગ અને મેઈન હોલના લેવલીંગ અંગેની ૨૭૧૩ ફરિયાદ, ઈલેકટ્રોનિકસ વેસ્ટની ૫ ફરિયાદ, ગેરકાયદે દબાણ હોવાની ૩૫૮ ફરિયાદ, ફાયર બ્રિગેડને લગતી ૪૧ ફરિયાદ, ફુડને લગતી ૨૯ ફરિયાદ, ગાર્ડન શાખાને લગતી ૯૯ ફરિયાદ, હેન્ડપંપ એટલે કે ડંકી રીપેરીંગને લગતી ૧૪૩ ફરિયાદ, શાળા-કોલેજોની આસપાસ તમાકુ અને ગુટખા વેચાતા હોવાની ૩૮ ફરિયાદ, સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની અને દિવસે ચાલુ રહેતી હોય તેવી ૫૩૫૭ ફરિયાદ, સોલીડ વેસ્ટ શાખાને લગતી ૧૧૩૧ ફરિયાદ જયારે ડાયરેક પમ્પીંગ, ગેરકાયદે નળજોડાણ, ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદ, પુરતુ ૨૦ મીનીટ પાણી ન આવતી હોવાની ફરિયાદ, પાણી આવ્યું જ ન હોવાની ફરિયાદ, પાઈપલાઈન લીકેજ હોવાની ફરિયાદ અને દુર્ગંધયુકત પાણી આવતું હોવા સહિતની પાણીને લગતી ૫૪૬૯ ફરિયાદો કોર્પોરેશનના ચોપડે ૨૩ માર્ચ સુધીમાં નોંધાઈ છે. જે પૈકી આજની તારીખે હજી ૧૦૨૮ ફરિયાદો પેન્ડીંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.