Abtak Media Google News

રાજકોટ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત PAN સિટી સ્માર્ટ સોલ્યુશન અંતર્ગત ICT બેઝડ પ્રોજેકટ Master System Integrator for Implementation of Smart Solution for Rajkot City નીચે મુજબના પ્રવર્તમાન અને ભવિષ્યમાં આવનાર પ્રોબ્લેમ્સનું અત્યાધુનિક સોલ્યુશન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.2 97રાજકોટ સ્માર્ટ સિટી ડેવેલપમેંન્ટ લિ. દ્વારા Master System integrator for Implementation of Smart Solutions for Rajkot Cityનું ટેન્ડર અંદાજીત ખર્ચ રૂ.૯૧ કરોડનું  તા.૦૯/૦૮ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે અન્વયે આજે એજન્સીઓ, હનિવેલ ઓટોમેશન ઇન્ડીયા લી. અને ભારત સંચાર નિગમ લી. તરફી ટેન્ડર પ્રક્રિયાનાં ભાગરૂપે પ્રુફ ઓફ કન્સેપ્ટમા Proof of Concept (POC)પ્રેઝન્ટેશન  મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર એસ. એન. ખત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.3 81આ તકે જ્યુરી મેમ્બર્સમાં ગુજરાત ઇન્ફો પેટ્રો લિ.નાં બીરેન ભાવસાર, ઈ-ગવર્નન્સ ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર દુષ્યંતસિંહ જાડેજા અને ગવર્નમેન્ટ એન્જી. કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ચિરાગ ઠાકર ઉપસ્થીત રહયા હતાં.4 55

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.