Abtak Media Google News

રિલાયન્સ સાથેનું જોડાણ, વોટ્સએપ માટે ‘ચાંદી હી ચાંદી’

અંતે દેશમાં વોટ્સએપ-પેને મળી સરકારની મંજૂરી

વૈશ્વિક ફલક પર અનેકવિધ ક્ષેત્રે રિલાઇન્સ પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. બીજી તરફ દેવા મુક્ત થવા કંપનીએ તેનો શેર વિશ્વની નામાંકિત કંપનીઓને વ્હેચ્યો હતો જેમ ફેસબુકનો પણ સમાવેશ થયો છે. બધાને ખ્યાલ છે કે વોટ્સએપને ફેસબુકે ખરીદી લીધું છે ત્યારે વોટ્સએપ અન્ય દેશોમાં ખૂબ વધુ પ્રમાણમાં આવક રળી રહ્યું છે. પરંતુ ભારતમાં વોટ્સએપના વપરાશકર્તાઓની સંખ્યા અન્ય કરતા ઘણી છે પરંતુ જે આવક થવી જોઈએ તે થઈ શકી નથી.

રિલાયન્સ જીઓ માર્ટ શરૂ થતા વોટ્સએપ નું રિલાયન્સ સાથેનું જોડાણ એપ માટે ચાંદી હી ચાંદી સાબિત થશે. અન્ય કંપનીઓની સરખામણીમાં રિલાયન્સ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યું છે. એ વાત પણ સ્પષ્ટ છે કે રિલાયન્સની જમાવટ વોટ્સએપમાં નાણાં ઠાલાવસે . જીઓ માર્ટ કે જેને નીર્ધાર કર્યો છે કે દર ૨ માઈલ પર જિયો માર્ટ હશે ત્યારે આ સ્થિથીનો ફાયદો રિલાયન્સ ની સાથે વોટ્સએપને પણ મળતો રહેશે. અત્યાર સુધી વોટ્સએપને સરકારની મંજૂરી મળી ન હતી ત્યારે હવે વોટ્સએપ પે ને મંજૂરી મળતા તેનો લાભ આશરે ૨ કરોડ ભારતીયો ને મળવા પાત્ર રહેશે. રિલાયન્સ હરહંમેશ સમય કરતા આગળ વિચારી તેનું અમલીકરણ કરવામાં માને છે ત્યારે દેવામુકત બનવા માટે રિલાયન્સ જીયોએ તેનો હિસ્સો વિશ્ર્વની અનેકવિધ નામાંકિત કંપનીઓને પણ વહેંચ્યો છે જેમાં ફેસબુકનો પણ સમાવેશ થયો છે. વોટસએપ કે જેની ખરીદી ફેસબુકે કરેલી છે તે ભારતમાં સૌથી વધુ વપરાશ કરતી એપ્લીકેશન પણ બની છે પરંતુ તેની સામે વોટસએપને એટલે કે ફેસબુકને જે આવક થવી જોઈએ તે નહિવત થતા ફેસબુક માટે વોટસએપ માથાનો દુખાવો સાબિત થયું છે પરંતુ રિલાયન્સ જીયો માર્ટ કે જે દર બે માઈલે માર્ટ ઉભા કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યું છે તેનાથી તેનો સીધો જ ફાયદો રિલાયન્સની સાથોસાથ વોટસએપને પણ થશે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ગુગલ પે, પેટીએમ જેવા ગેટ-વે જોવા મળી રહ્યા છે પરંતુ હવે લોકોનો ભરોસો જીતી અને રિલાયન્સના સાથ સહકારને અનુસરી સરકારે વોટસએપ-પે ને દેશમાં મંજુરી આપી છે. હાલના તબકકે મંજુરી મળ્યા બાદ વોટસએપ-પેએ દેશના ૨ કરોડ લોકોને તેનો લાભ આપશે. વોટસએપ-પેને મંજુરી મળતા જ ગુગલ પે, પેટીએમ જેવા પેમેન્ટ ગેટ-વેનો જે ઈજારો જોવા મળતો હતો તેના પર પૂર્ણવિરામ મુકાશે. રિલાયન્સ સ્માર્ટલી પોતાનું કાર્ય આગળ વધારી અનેકવિધ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે તત્પર રહેતું હોય છે સામે તેની વિશ્ર્વાસનીયતામાં પણ દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.