Abtak Media Google News

ચીનમાં ૩ કરોડી વધુ વાંઢાઓ દુલ્હન શોધી રહ્યાં છે. જેના કારણે પાકિસ્તાનમાંી ખ્રિસ્તી મહિલાઓની ચીનમાં તસ્કરી તી હોવાના કિસ્સા સામે આવ્યા છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે બિઝનેશ કોરીડોર જેટલો વધી રહ્યો છે. તેટલા જ પાકિસ્તાની ક્ધયાઓના અપહરણના કિસ્સા વધતા જાય છે. આંકડા મુજબ ૬૨૯ જેટલી પાકિસ્તાનની ખ્રિસ્તી મહિલાઓ, બાળકીઓનું અપહરણ કરી તેમને દુલ્હન તરીકે ચાઈનીઝ વાંઢાઓને વેંચી દેવામાં આવી છે.

પાકિસ્તાનમાંથી  ક્ધયાઓના અપહરણ અને બળજબરીપૂર્વકના લગ્ન મામલે સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું ની. તેનું સૌી મોટુ કારણ પાકિસ્તાનને ચીન સોના સંબંધો બગડશે તેવી ભીતિ છે. પાકિસ્તાન અત્યારે ચીનને નારાજ કરવા માંગતુ ની. તાજેતરમાં માનવ તસ્કરી મુદ્દે પાકિસ્તાનના ફૈંસલાબાદમાંથી  ૩૧ ચાઈનીઝ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાઈનીઝ નાગરિકો પાકિસ્તાની યુવતીઓને ડરાવી-ધમકાવી અવા તો ફોસલાવી લગ્ન કરવા માટે મજબૂર કરતા હોવાની વાત સામે આવી હતી.

જો કે પાકિસ્તાન આ આખા ઘટનાક્રમને ઢાંકી દેવા માંગે છે. માનવ તસ્કરી મુદ્દે ખ્રિસ્તી યુવતીઓનો ભોગ લેવાય છે. કારણ કે મુસ્લીમ બહુમતિ ધરાવતા પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની હાલત દયનીય છે. માનવ તસ્કરી કરનાર તત્ત્વોના છેડા પાકિસ્તાનના નાના-નાના ચર્ચમાં છે. જ્યાંથી  યુવતીઓની ખરીદી કરવામાં આવે છે. અત્યારે ૬૨૯ પાકિસ્તાની યુવતીઓને બચાવાઈ છે. આ સંખ્યા વધુ હોવાની દહેશત વ્યકત ઈ છે. લગ્નના નામે પાકિસ્તાનમાંથી મોટાપાયે તી માનવ તસ્કરીનો મુદ્દો પાક. સરકાર ઢાંકવા માંગે છે કારણ કે તે ચીનના અહેસાન તળે દબાયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.