Abtak Media Google News

ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર લોકલાગણીને ધ્યાનમાં રાખીને એક પછી એક જનહિતના નિર્ણયો લેવામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૩ વર્ષ અને ૪ મહિનાના સમયગાળામાં સંવેદનશીલ-નિર્ણાયક-પ્રગતિશીલ-પારદર્શક વિચાર અને એકશન થીમ પર લગભગ ૧૪૦૦ જેટલાં જનહિતના નિર્ણયો લીધાં છે. દરેક વર્ગ, દરેક ક્ષેત્રમાં જનતાની લાગણી, સંવેદનાઓને જાણી, સમજીને લોકહિત અને લોકકલ્યાણના નિર્ણયો લેવામાં ભાજપ સરકાર સંવેદનશીલ અને નિર્ણાયક છે. તેની સતત પ્રતિતી- અનૂભુતિ ગુજરાતની જનતાને થતી રહે છે.

7537D2F3 4

મહાનગર અને નગરમાં રહેતી જનતાના મનમાં હેલ્મેટ ફરજીયાત પહેરવાના સંદર્ભમાં અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નો રહેતાં હતાં.વાહનચાલકો કહેતાં કે, હેલ્મેટ કયાં રાખવી ?, શહેરમાં ટ્રાફિકને કારણે સ્પીડ ઓછી હોય છે તો હેલ્મેટ પહેરવાની શી જરૂર છે. ? યુવાનોને કોલેજ-વર્ગખંડમાં હેલ્મેટ લઈ જવાં દેતા નથી. હેલ્મેટથી ક્રાઈમ કરનારા ઓળખતાં નથી. હેલ્મેટ વગર દંડ આપવો પડે છે. હેલ્મેટથી માથું દુ:ખે છે. ગરદનમાં મણકાંના દુ:ખાવો થાય છે. મારૂ શરીર છે. મારૂ માંથું છે. મારે શું પહેરવું ? ન પહેરવું હું નક્કી કરૂં સરકાર કેમ નક્કી કરે ?

લો, હવે મહાનગર અને નગરપાલિકા વિસ્તારની જનતાની લાગણીઓને સાંભળીને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લોકલાગણીને વાચા આપીને  દિશાદર્શક નિર્ણય લીધો છે કે હવે મહાનગર અને નગરપાલિકામાં લોકો માટે હેલ્મેટ મરજીયાતનો નિર્ણય લીધો છે. તેને ભાજપ આવકારે છે અને આ પ્રકારનો લોકલાગણી મુજબ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીમંડળને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આશા છે કે, હેલ્મેટ મરજીયાત નિર્ણયને તમામ લોકો હકારાત્મક રીતે લેશે અને વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાની સંપૂર્ણ કાળજી લેશે. હેલ્મેટ પહેરવાને કારણે જે નાની મોટી મુશ્કેલીઓ વાહન ચાલક અનુભવતો હતો તે દૂર થશે અને હેલ્મેટ ન પહેરીને કોઈ પણ પ્રકારની અકસ્માત સંબંધી મુશ્કેલી ન સર્જાય તે માટે સંપૂર્ણ તકેદારી, સતર્કતા રાખે તેવી ભરત પંડયાએ લોકોને હાર્દિક અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.