Abtak Media Google News

 

Advertisement

ગાંજાનું વેચાણ કરતો  એક શખ્સ ઝડપાયો  

Whatsapp Image 2023 08 24 At 11.12.32

જામનગરમાં બીડી વિસ્તારમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો.પોતાના મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી ગાંજા નો જથ્થો કબજે કરી લીધો છે.

 

આ દરોડાની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અકબર ઉર્ફે બટેટી ઓસમાણભાઈ નગામણાં દ્વારા પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. ત્રાટકી હતી.જે દરોડા દરમિયાન આરોપી અકબર ઉર્ફર બટેટી પોતાના ઘરમાં હાજર હતો. તેની તલાસી લેતાં તેના કબજા માંથી ૩૦૦ ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી લઈ ગાંજો અને તેને લગતી સામગ્રી સહિત રૂપિયા ૧૦,૩૧૦ ની મુદ્દામાલ  કબજે કર્યો છે, અને આરોપી અકબર ઉર્ફે બટેટી ઓસમાણભાઈ સામે નારકોટિક દ્રગ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લીધી છે.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.