Abtak Media Google News

નાફેડની નીતીથી કંટાળી ટેકાવાળી મગફળી ખરીદવાનો સોમાનો ઈન્કાર

માલ તથા બીલ સમયસર ન મળતા હોય અને અધિકારીઓની આળસના કારણે નિર્ણય લેવો પડયો: સોમાના પ્રમુખ સમીર શાહ

નાફેડની બેદરકારીથી કંટાળી ટેકાવાળી મગફળી ન ખરીદવાનો નિર્ણય સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસો. (સોમા) દ્વારા લેવાયો હોવાનું પ્રમુખ સમીર શાહે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું.

પ્રશ્ર્ન:- સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશને નાફેડ પાસેથી મગફળી ન ખરીદવાનો નિર્ણય કર્યો છે શું કહેશો ?

જવાબ:- આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘણું સારું હતું. ખુબ સારા ભાવ આવે તે આશયથી કેન્દ્ર સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી અને તે મગફળીના નિકાલ માટે સરકાર પાસે ઘણા લીમીટેડ રીસોર્સીસ છે માટે સરકારે ખુલ્લી બજારમાં હરાજી દ્વારા વેચાણ એપ્રિલ મહિનાથી ચાલુ કર્યું હતું. સરકાર પાસે અંદાજે ૧૦ લાખ ટન મગફળીનો જથ્થો છે. સરકારે વેચાણ ચાલુ કર્યું ત્યારથી સોમાના સભ્યોએ સરકાર પાસેથી મગફળી લેવાનું ચાલુ કર્યું હતું. અમારો આ ધંધો છે અને અમને યોગ્ય ભાવે મગફળી મળે તો અમને પણ ખરીદી કરવા સામે કોઈ વાંધો ન હતો પરંતુ નાફેડ દ્વારા અમે ખરીદી કરીએ છીએ ત્યારે પૈસા ચુકવ્યા પછી જે માલ અમને મળવો જોઈએ તે સમયસર નથી મળતો. નાફેડની બેદરકારીને કારણે માલ મોડો મળતાની પેનલ્ટી પણ અમારી પાસેથી વસુલાવવામાં આવતી ખરીદી થયા પછી બીલો પણ સમયસર નથી મળતા જેને કારણે જીએસટી રીટર્ન ફાઈલ કરવામાં પણ અમને મુશ્કેલી પડતી હતી. આવા ઘણા બધા પ્રશ્ર્નોને કારણે અમારા સભ્યોમાં નારાજગી પ્રવતર્તી હતી. આ માટે અવારનવાર અમે નાફેડ સમક્ષ પણ રજુઆત કરેલી હતી પરંતુ ખાસ કરીને અમદાવાદના નાફેડની ઓફિસરો તરફથી અમને કોઈપણ જાતનો સપોર્ટ ન હતો, તેમનું વલણ પણ ખુબ જ નિષ્ક્રીય હતું બની શકે કે ઓફિસરો આટલુ મોટુ વોલ્યુમ હેન્ડલ કરવા સક્ષમ ન હોય અથવા સરકારી વિભાગોમાં જેમ જોવા મળતું હોય છે તેમ આ ઓફિસરોમાં પણ આળસ કે હોત હે ચલતી હે જોવા મળે છે. જેના કારણે અમારા સભ્યોની નારાજગી ખુબ વધતી હતી. આ માટે હાયર લેલવે પણ અમે રજુઆત કરી હતી. જેના કારણે ગત મહિને રાજકોટ ખાતે નાફેડના અધિકારો સાથે મીટીંગનું આયોજન કરેલ હતું. જેમાં સભ્યો દ્વારા નાફેડ ઓફિસરોને ખુબ ઉગ્રતાથી પણ રજુઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ તરફથી અમને આશશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે-જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવશે માટે તેમના પર ભરોસો કરીને અમે ખરીદી બંધ ન કરી હતી પરંતુ હજુ સુધી અમારા પ્રશ્નોના નિરાકરણ ન આવતા અમે નિર્ણય લીધેલ છે કે મગફળીની ખરીદી બંધ કરવામાં આવે. પહેલા હરાજી દરમિયાન નાફેડ દ્વારા બેઈઝ રેટની જાણ કરવામાં આવતી કે મીનીમમ રેટ કેટલો રહેશે બીજા લોકોએ જે બીડ પરી તે જાણકારી પણ અમને ઓનલાઈન મળતી પરંતુ છેલ્લા ઘણા સમયથી નાફેડએ આ બધી માહિતી આપવાનું બંધ કરી દીધું છે. જેના લીધે પણ સભ્યોને અવઢવ પેદા થાય છે કે અમે જે ભાવ ભર્યા અને કોઈ બીજા વ્યકિત જે નાફેડના વધારે નજીક હશે તો તેને એ માલ આપી દેવામાં આવે તો આવી બાબતે અમારા મનમાં પણ શંકા ઉદભવે ત્યારે નાફેડ દ્વારા કોઈ માહિતી શેર ન થાય તો કોઈપણ સભ્ય કેવી રીતે એકટીવલી પાર્ટીસીપેટ કરી શકે આ બધા પ્રશ્નો ઉભા થયા તેથી અમે મગફળીની ન કરવાનો નિર્ણય લીધો જયાં સુધી અમારી સમસ્યા અને તકલીફોનું સમાધાન ન થાય ત્યાં સુધી ખરીદી બંધ રાખવાનો અમે નિર્ણય લીધેલ છે. અમારા નિર્ણય બાદ દિલ્હી નાફેડથી અમને ઘણો પોઝીટીવ રીસપોન્સ મળ્યો છે અને તેમણે અમારા પ્રશ્ર્નોનું ત્વરીત નિરાકરણ થાય તેવું આશ્ર્વાસન પણ આપ્યું છે.

પ્રશ્ર્ન:- શું સરકારી અને ખાનગી મગફળી અલગ થઈ જશે ?

જવાબ:- સોમાના સભ્યો માલ જોઈએ અને અનુકુળતાથી તેમની ઓફરો મુકતા હતા. હાલ સીઝન ન હોવાથી ખાનગી મગફળી પણ બજારમાં છે નહીં, જે માલ છે તે સરકાર પાસે છે. ખેડુતો પાસે માલ મગફળીનો લાગતો નથી. યાર્ડમાં પણ હાલ મગફળીની કોઈ ખાસ આવક થતી નથી. તેને કારણે સરકારી અને ખાનગી માલના ભાવમાં માપદંડ છે જ તે અમારા માટે કોઈ બાધા‚પ નથી પરંતુ મુખ્ય મુદો એ છે કે નાફેડના મગફળીનો માલ વહેચવાની ખાસ તૈયારી નથી દેખાતી વેપારીઓ કરતા વધારે નાફેડ એ વેચાણ પ્રત્યે સજાગ થવાની જ‚રીયાત છે. અમને માલ ઓછો મળશે તો વેપારીઓને લાંબો ફરક નહીં પડે પરંતુ સરકારને વધુ ફરક પડશે કારણકે જુનો-મોટો જથ્થામાં માલ પડયો છે અને બે મહિનામાં નવી મગફળીની પણ આવક થશે ત્યારે મેં તેનો નિકાલ સમયસર કરવામાં ન આવ્યો તો સરકારે તેની મગફળી અને માલ ન બગડે તેની તકેદારી રાખવા પણ ખર્ચ ઉઠાવવો પડશે.

પ્રશ્ર્ન:- ખાસ કરીને જે રીતે તમે વાત કરી કે મગફળીનો ખુબ મોટા પ્રમાણમાં જથ્થો સરકારી ગોડાઉનમાં પડયો છે. આવતા બે મહિનામાં બીજી નવી મગફળી પણ આવશે તો સરકાર પાસેથી જો નાફેડ પાસેથી આપ મગફળી લેવાનું બંધ કરશો તો લાંબાગાળા આની શું અસરો થશે ? સરકારે તેના નિકાલ માટે સરકાર પાસે બીજા કયાં રસ્તાઓ હશે ?

જવાબ:- સરકાર પોતે ઘણા બધા ઓપશન પહેલા વિચારી લીધા કે પોતે કસીંગ કરાવે. પરંતુ પોતાની પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રકચર છે નહીં કાં તો તેને સોમાના મેમ્બરો પાસે અથવા કો-ઓપરેટીવ સેકટરમાં બહુ ઓછા યુનિટો રહ્યા છે. કો-ઓપરેટીવ સેકટરમાં પિલાણ કરવામાં આવે તો ત્યાં ફરીથી માલ પ્રેકટીસીસ થવાની શકયતાઓ છે તે બધા ઓપશન વિચારી લીધા ચકાસી લીધા છે. તેમાં તે લોકોને યોગ્યતા નથી લાગી એટલે જ ખુલ્લી બજારમાં આ માલ વેચવા માટેનો ઓપશન વિચાર્યો છે.

પહેલા એ લોકોએ પ્રાઈવેટમાં પિલાણ કરાવું. કયાંય કો-ઓપરેટીવ સેકટરમાં પિલાણ કરાવું. કોઈ કો-ઓપરેટીવ યુનિટમાં હોય તેને ઓફર પણ કરી હતી કે અમે પિલાણ કરી આપીશું તો એક સરકારને વાયેબલ નથી લાગ્યું એટલે તો એ લોકો ખુલ્લી બજારમાં વેંચવા માટે પ્રેરાયા છે. ખુલ્લી બજારમાં નિકાલ નહીં થાય તો નવો માલ આવશે પછી આ માલની કિંમત અત્યારે છે તેના કરતા ઓછી જ થઈ જવાની એ સિવાય કવોલીટીમાં બગાડ થશે. જીવાત પડશે, સડો પેશશે તેનાથી દાણા જે અત્યારે ઈનટેક છે તે ભુકકો થઈ જવાની સમસ્યા રહેશે. એ માલ એ લોકોને ફેંકી દેવાનો કે કબુતરોને ચણમાં નાખી દેવાનો વારો આવશે તો સરકારની નુકસાની વધારે આનાથી ઓછી નુકસાની થવાનું તો નથી. ખરેખર અમે એ જ કહીએ છીએ. અમારો પ્રશ્ર્ન એ છે કે અમારે માલ જોઈએ છે. અમારા કારખાના ચલાવવા માટે અમને માલ લેવાની ગરજ છે નથી એવું અમે નથી કહેતા અમારા કરતા મોટી જ‚રીયાત તમારે અત્યારે છે કે આ માલનો નિકાલ વહેલી તકે વધુ બગાડ થાય. સરકારની પાસે માલ પડયો છે તેના પર ગોડાઉન ભાડા ચડે, સ્ટાફનો પગાર ચડે એ બધા ખર્ચા સરકાર પર અત્યારે છે જ. નાફેડને સરકાર કમિશનર આપે છે એ બધુ સરકારને મીટર ચાલુ જ છે તે સિવાય મગફળીની કવોલીટી ખરાબ થાય. સરકારને નુકસાની તો છે જ તેમને ટેકાના ભાવે ખરીદી કરે ત્યારે સરકારને ખબર હતી કે થોડી ઘણી તો નુકસાની જવાની જ છે પણ આ નુકસાની વધારેને વધારે થતી જાય છે. જેટલી ડીલે તેના તરફથી થાય છે. તેનાથી સરકારને નુકસાની વધે છે તો એ બધા પાસાનો વિચાર કરીને પણ અમારી જે વહિવટી સમસ્યા છે તેનું નિરાકરણ નાફેડે લેવા માટે તત્પરતા બતાવી જોઈએ. એવું મારું માનવું છે. તેનાથી અમારું જ હિત છે તેવું નથી નાફેડનું હિત છે. સરકારનું હિત છે અને આમ પબ્લીકનું પણ હિત છે. આખરે તો આ પબ્લીકના જ પૈસાનો માલ છે.

પ્રશ્ર્ન:- જે રીતે આપે કહ્યું કે નાફેડ અમદાવાદથી ઘણી વખત રીસ્પોન્સ ઓછો મળે છે. જેટલા આપના પ્રશ્ર્નો છે. સોમાના તે તાત્કાલિક હજી સોલ્વ કરવામાં નથી આવ્યા ત્યારે કયાંકને કયાંક એવું નથી લાગતું કે ત્યાં બેઠેલી કમિટી મેમ્બરમાં અહિંયાથી પણ લોકોને ઈનવોલ્વ કરવાની જ‚ર છે.

જવાબ:- હા, એ તો અમે રાજકોટમાં મિટીંગ થઈ હતી ત્યારે અમારા જે પ્રશ્ર્નો છે તે સોલ્વ કરવા માટે તમે વેપાર ઉધોગના પ્રતિનિધિને રાખો. મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે, હું એમ નથી કે તો સોમાના જ પ્રતિનિધિ રાખો. તમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ફીકી, એસઓચેમ છે એવી જે ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રતિષ્ઠીત સંસ્થાઓના પ્રતિનિધિને રાખો કમિટીમાં નાફેડ અને સરકારના પ્રતિનિધિની સાથે ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તેનાથી થાશે શું કે સરકારી અધિકારી પોતાની લેવલે જ વિચારવા અત્યાર સુધી ટેવાયેલા છે એટલે સામેવાળાના શું વ્યુ પોઈન્ટ હોય શકે સામેવાળાની શું પ્રોકટીકલ મુશ્કેલી હોય તે ઘણી વખત નથી શકતા. જો ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ આવી કમિટીમાં આવે તો બંને બાજુના પાસા વિચારે અને તેનાથી જ સેલ્યુશન આવશે. તેનાથી બંને પક્ષોને ફાયદો થાશે. ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીને જ ફાયદો થશે તેવું નથી. સરકારને નાફેડને ફાયદો થશે. એવું કોઈ તેમાંથી સેલ્યુશન મળી આવશે પણ એ લોકોમાં ખબર નહીં એટલી બધી નિષ્ક્રીયતા છે. હું રીજીડીટી કરતા ઈન્ટસીયા થાયને કે ઘણા વખતથી કોઈ વસ્તુ આઈડલ પડી હોયને ધુળ પડી ગઈ હોયને એવી રીતે જે નાફેડના અધિકારીઓ અમદાવાદ ઓફિસમાં બેસે છે. તેનો પોઝીટીવ ડાયરેકશનમાં વિચારવાની ક્ષમતા છે તે જતી રહી હોય તેવું મને લાગે છે એ લોકો કૌભાંડ કરવામાં ઈન્ટ્રસ્ટ છે તેવો મારો આક્ષેપ નથી પણ જે રીસ્પોન્સીવ કે કોમ્યુનિકેટીવ એટીટયુડ એ તરફનો હોવો જોઈએ તે તરફનો એટીટયુડ તેનામાં લેકીંગ છે. આપણી દેશી કાઠીયાવાડી ભાષામાં કહીએ તો ઘણા વખતની નિષ્ક્રીયતાને કારણે તેના મગજ પર કાટ ચળી ગયો છે. એવું લાગે છે કે તે કાટ રીમુવ થતો નથી તેવું લાગે છે.

પ્રશ્ર્ન:- અંતમાં એજ પુછીશ કે કેટલા દિવસમાં સોમા ફરી પાછી મગફળી ખરીદવા માટેની તૈયારી છે ?

જવાબ:- અમારી માંગણી સંતોષાય જાશે. અત્યારે અમે કહે કે તમારી માંગણી અમે સંતોષી લેશું તમારી માંગણી માટે અમે ફેરફાર અમારી સિસ્ટમમાં કરીશું. અત્યારે અમારા સભ્યોને ખરીદી કરવામાં કોઈ વાંધો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.