Abtak Media Google News

ફેસ્ટિવલ માત્ર મહિલાઓ માટે જ નહીં, પુરૂષો માટે પણ ખાસ હોય છે, પરંતુ લિમિટેડ ઓપ્શન્સ હોવાના કારણે તેઓ વધુ એક્સપિરિમેન્ટ્સ નથી કરી શકતા.  કેટલાંક યુવકોને એટલી જાણકારી નથી હોતી, ઘણીવાર તેઓ મોટાંભાગની જગ્યાએ એક જ પ્રકારના ફૂટવેરમાં જોવા મળે છે. તેથી ફૂટવેર્સ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, જેથી ઓફિસથી લઇને પાર્ટીમાં લુક્સની સાથે વેરાઇટી પણ જોવા મળે. 

મૉન્ક સ્ટ્રેપ

આ પ્રકારના શૂઝની ઉપર મેટલ બક્કલ લાગેલા હોય છે. તે સેટમાં અથવા સિંગલ સ્ટ્રેપમાં પણ હોય છે. મેટલના બક્કલ ખૂબ જ શાઇની કરે છે, તેથી તેને ખાસ પ્રકારે ડ્રેસી આઉટફિટ્સ પર કૅરી કરી શકાય છે.

બ્રોગ્સ શૂઝ

આ જૂતાને મેન્સ ઓક્સફોર્ડ પણ કહી શકાય છે. તેના મટિરિયલની ઉપર છેદ હોય છે. આ છેદ ડેકોરેટિવ પેટર્નમાં આપવામાં આવે છે, જેનાથી આખા શૂઝનો લુક નક્કી થાય છે. હોલ્સના મટિરિયિલની સાથે જ ડિઝાઇન કરીને કટ કરવામાં આવે છે. બ્રોગ્સને કોઇ પણ ડ્રેસી આઉટફિટની સાથે ટીમ કરી શકાય છે. પેન્ટ સૂટ્સથી લઇને કૂર્તા ઉપર પણ બ્રોગ્સ કૅરી કરી શકાય છે. તે બ્લેક, ટેન, બેઝ અને સ્વેડ કલરમાં પણ મળે છે.

 કેપ ટોઝ

આ મેન્સ ઓક્સફર્ડ છે, જેમાં મટરિયિલનું વધુ એક પડ ચઢેલું હોય છે. તે ટોની ઉપર હોય છે, તેમાં જે સિલાઇ દેખાય છે તે પણ ડિઝાઇનનો જ એક ભાગ હોય છે. કેપ ઘણીવાર પ્લેન છે હોય છે તો કેટલીકવાર ડેકોરેટિવ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.