Abtak Media Google News

આગામી સોમવારે મહાશિવરાત્રી હોવાથી ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે શિવની રાત્રી હોય અને સાથે સોમવારને પણ શિવનો વાર હોવાથી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ, મહાશિવરાત્રીના આયોજન માટે કલેકટરની સુચના મુજબ નાયબ કલેકટર ચૌધરી જસદણ, મામલતદારની દેખરેખ નીચે નાયબ મામલતદાર ધાનાણી, ભેંસાણીયા, વહિવટી કમિટીના તમામ સભ્યો, વહિવટદાર મનુભાઈ શીલુ, મંદિરના પુજારી, હસુભાઈ જોષી, મેનેજર વિરગરભાઈ ગોસાઈ, પરેશભાઈ ગરણિયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

શિવરાત્રીના દિવસે આખો દિવસ જળાભિષેક તથા દુધ અભિષેક થશે. તેમજ રાત્રે ચાર પહોરની પુજા થશે. જેમાં સવારે ૫ વાગ્યે મંગળા આરતી, બપોરના ૧૧:૦૦ વાગ્યે મહાપુજા, બપોરના ૧૨:૦૦ વાગ્યે મહાઆરતી, સાંજે ૭:૧૫ વાગ્યે સંઘ્યા આરતી, રાત્રે ૯:૦૦ વાગ્યે ચાર પહોરની પ્રથમ આરતી, રાત્રે ૧૨:૦૦ વાગ્યે ચાર પહોરની બીજી આરતી, રાત્રે ૨:૦૦ વાગ્યે ચાર પહોરની ત્રીજી આરતી, તા.//૨૦૧૯ વહેલી સવારે ૪ વાગ્યે ચાર પહોરની ચોથી આરતી તેમજ શિવરાત્રીના દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહેશે.

તેમજ દાતાના સહયોગથી દાદાને ઘ્વજા ચડાવવામાં આવશે. તેમજ દર્શનાર્થી માટે મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગથી ૫૦૦૦ ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરના ૧:૦૦ વાગ્યે અને સાંજે ૭:૦૦ વાગ્યે ભુદેવ/ સાધુ અને ભકતોને પ્રસાદમાં ફરાળ આપવામાં આવશે અને દાદાને આખો દિવસ જુદાજુદા શણગાર પુજારી હસુભાઈ જોષી દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.