Abtak Media Google News

હવન, મહાપૂજા, નટરાજ આરાધના સરદાર સંકલ્પની ઝાંખી, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન.

સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂપ્રસાદના પ્રથમ તબકકાનું કાર્ય પૂર્ણ થયે સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૂપ ૧૧ મે ૧૯૫૧નાં રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. (સ્વ) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯.૪૬ મીનીટે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ નૂતન મંદિર કાર્ય તેમજ સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રસાદનો નકશો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ હતો.

Advertisement

આપ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે ૫૧ બોટો પર સુંદર ફૂલોથી શણગારાયલે તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ૧૦૮ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જયારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો… ત્યારે ૧૦૧ તોપોની સલામીઆપવામાં આવેલ હતી સ્થાનીકો બહોળી સંખ્યામાં જગતપિતા સોમનાથ મહાદેવના આ પાવન પ્રસંગે પોતાના પારંપરિક પરિવેષમાં ઉત્સાહ ભેર જોડાયા હતા.

આવતીકાલે સોમનાથ મંદિરના ૬૮માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં સવારે ૭.૩૦ કાકે સ્વચ્છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ સવારે ૮.૩૦ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર પ્રારંભ સરદારને પુષ્પાંજલી સરદાર વંદના, સ્થાપના દિને વિશેષ મહાપૂજન મહાઅભિષેક, સવારે ૯.૪૬ મીનીટ પ્રાણ પ્રતિષ્ઠા સમયે વિશેષ આરતી, ધ્વજાપૂજન બપોરે ૩ થી વિશેષ શૃંગાર દર્શન, સાંજે ૫ થી ૬.૩૦ સુધી પૂર્વિબેન શેઠ ગ્રુપ દ્વારા નૃત્યથી નટરાજની આરાધના, સરદારના સંકલ્પની ઝાંખી અને ૬૭ વર્ષ પૂર્વે રચાયેલા દ્રશ્યની અવિસ્મરણીય ઝાંખી સાંજે ૭ વાગ્યે થતી મહાઆરતીમાં દ્રશ્યમાન થશે જેમાં સ્થાનિક સમાજો દ્વારા પારંપરિક વસ્ત્ર પરિધાનમાં સોમનાથ મંદિરની સહસ્ત્રદિપો દ્વારા સમુહ આરતી યોજાશે.

સોમનાથ મંદિરને સુંદર પુષ્પોથી સ્થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. આરતીબાદ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકાશે.

સ્થાપના દિને સોમનાથ આવનાર યાત્રીઓને આરોગ્ય સેવાનો ઉત્તમ લાભ મળી રહે તેવા શુભાશયથી સામાજીક સંસ્થા આરોગ્ય વિભાગ, ગીર સોમનાથના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.