Abtak Media Google News

રાજકોટ શહેરના કુબલીપરા વિસ્તારમાં સસરાના ઘરે આંટો મારવા ગયેલા જમાઈ પર તલવારથી હુમલો થયાથી ઘટના પ્રકાશમાં આવી છે. મોટા સાસુ અને પાડોશી મહિલા વચ્ચે થતી રક્ઝકનું સુલેહ કરી ઘરે જતા રહ્યા બાદ ઝઘડાનું સમાધાન કરવા બોલાવી તલવારથી હુમલો કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પાડોશીએ ઝઘડાનું  સમાધાન કરવા બોલાવી તલવાર ઝીંકી : લોહીલુહાણ હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કુબલીપરા વિસ્તારમાં રહેતા ભરત રાજુ સોલંકી પર સસરાના ઘરની પાડોશમાં રહેતા જયેશ મકવાણા એ ઝઘડાનું સમાધાન કરવા બોલાવી તલવારથી હુમલો કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

બનાવની વધુ વિગત મુજબ યુવક પોતાના સસરાના ઘરે આંટો મારવા ગયો હતો ત્યારે તેના મોટા સાસુ તેના પાડોશી મહિલા સાથે રકઝક કરી રહ્યા હતા તેથી યુવક ભરતે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું અને ઘરે જતા રહ્યા હતા.બાદમાં પાડોશી જયેશ મોટા સાસુને સમાધાન કરવા બોલાવ્યા હતા ત્યારે યુવક ભરત અને તેનો સાળો વિમલ પણ સાથે ગયા હતા.

તે વેળાએ જયેશ મકવાણાએ યુવક ભરતનાં સાળા વિમલને આડે હાથ લઈ માર માર્યો હતો.યુવક ભરત વચ્ચે પડી સમાધાન કરવા બોલાવી કેમ મારો છો એમ કહેતા જયેશ મકવાણાએ ઉશ્કેરાઇને યુવક જયેશને તલવારનો ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.