બિકીની સાથેના પિતાના અસ્લીલ ફોટા જોઈ લેતા પુત્રે ગુમાવવો પડ્યો જીવ, હત્યારા પિતાને ફટકારાઈ આકરી સજા

અમેરિકાના ડેનવરથી ખુબજ વિચિત્ર હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ તેના 13 વર્ષના પુત્રની હત્યા કરી હતી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ દીકરાએ તેના પિતાનો એવો ફોટો જોયો હતો જેમાં તેણે બ્રા પહેરી હતી અને ડાયપરમાંથી પોટી ખાઈ રહ્યો હતો. આ કેસમાં અમેરિકાની અદાલતે પિતાને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા છે.

59 વર્ષીય પિતા માર્ક રેડવિને વિચાર્યું કે તેનો પુત્ર ડાયલન તેની ગંદા કૃત્યો વિશે માહિતી બહાર ફેલાવશે, તેથી જ તેણે ગુસ્સે થઈને 13 વર્ષીના બાળકની હત્યા કરી હતી. દોષી ઠેરવ્યા બાદ કોર્ટ ઓક્ટોબરમાં તેની સજાની જાહેરાત કરશે.

ફરિયાદી ફ્રેડ જોહ્ન્સનને કોર્ટને જણાવ્યું હતું કે આરોપીનો પુત્ર તેના પિતાની ગંદા હરકતથી નારાજ હતો. જે બાદ હિંસક પિતાએ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બચાવ પક્ષના વકીલ જ્હોન મોરને કહ્યું હતું કે આ ફોટા “માર્કની અંગત જીવનના” છે અને હત્યા સાથે તેનો કોઈ લેવા દેવા નથી. માર્કે તેના પુત્રની હત્યા કરી નથી. તેની સામેના તમામ આક્ષેપો ખોટા છે.

માર્કના વકીલોએ દલીલ કરી હતી કે બાળક અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયું હતું અને તેને રીંછ અથવા સિંહ દ્વારા માર મારવામાં આવ્યો હશે, જેના પરિણામે બાળકની ખોપરી ઉપર દાંતના નિશાન જોવા મળ્યા હતા.

ફરિયાદી કહે છે કે આરોપી માર્કે તેના બાળકના મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો અને તપાસ કરનારાઓને ઘણા મહિનાઓ સુધી જૂઠ્ઠું બોલ્યો હતો. ફરિયાદીઓએ દાવો કર્યો છે કે માર્કે તેના બાળકની ઘરે જ હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો. કોલોરાડોમાં યુ.એસ. કોર્ટે કહ્યું છે કે મૃતક બાળક તેના પિતા સાથે રહેવા માંગતો ન હતો. તેના માતાપિતાના છૂટાછેડા બાદ વારાફરતી બંને સાથે મજબૂરીમાં રહેવું પડતું હતું.