Abtak Media Google News

સંસ્થાના ઉપ પ્રમુખ પદે રવિરાજ નિરંજનીની નિમણુંક

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ચેરમેન રમેશ શાહ તેમજ ગુજરાત રાજયના પ્રમુખ જયશ્રી બાબરીયા દ્વારા રાજકોટના પ્રમુખ તરીકે સામાજીક કાર્યોમાં હંમેશા અગ્રેસર એવા મહિલા અગ્રણી સોનલબેન ડાંગરીયાની પ્રમુખ પદે તેમજ સામાજીક કાર્યકર અને રાજકોટના યુવા અગ્રણી રવિરાજ નિરંજનીની રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતુ કે રાજકોટમાં સમાજ સેવા કેન્દ્રના નામે તેઓ ઘણા સમયથી સામાજીક સેવાના સાથે સંકળાયેલા છે. અને સમાજના પ્રશ્ર્નોને વાચા આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠનનું આગામી દિવસોમાં સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં સશકત સંગઠન બનાવી સમાજના વિવિધ પ્રશ્ર્નો સમસ્યાઓના ઉકેલ લાવવા માટે આપશે. તાલુકા ક્ષેત્ર પર વિવિધ ટીમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે અને લોકોને થતા અન્યાય સામે પારદર્શક રીતે અવાજ ઉઠાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.