Abtak Media Google News

સાઉથ આફ્રિકન ટુરિઝમની વાર્ષિક ટ્રાવેલ ટ્રેડ ટ્રેનીંગ સેશન્સની સાતમી એડિશનનું સમાપન

 

સાઉથ આફ્રિકન ટુરિઝમની વાર્ષિક ટ્રાવેલ ટ્રેડ ટ્રેનીંગ સેશન્સની સાતમી એડીશનનું રાજકોટમાં આજે સમાપન થયું હતું. ટ્રાવેલ એજન્ટોને સજજ કરવાના હેતુથી ડેસ્ટિનેશન ‘લર્ન સાઉથ આફ્રિકા’ (લર્ન એસએ)ના વેચાણ માટે ૧૭ શહેરોમાં ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં અર્બન મેટ્રોઝ અને ટીયર ૨ અને ૩ શહેરોને આવરી લેવાયા હતા.

આ સેશન્સમાં સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું કે પ્રવાસીઓ અનેક નવા, રોમાંચક, ટેઈલર મેઈડ ઈટીનરરી વિકલ્પોનો આનંદ પ્રત્યક્ષ પરિણામ તરીકે ઉઠાવી શકે. ‘લર્ન એસએ’ એ સુનિશ્ર્ચિત કરવામાં મદદ કરે છે કે ભારતીય ટ્રાવેલ એજન્ટ્સએ જાણે કે કઈ રીતે તેમના ગ્રાહકોના બજેટ અને આવશ્યકતાનો અનુસાર ઉતમ કવોલિટીની હોટેલ્સની પસંદગી કરી શકાય. તે તેઓને એ પણ શીખવે છે કે કઈ રીતે પ્રવાસીઓને રજામાં એસ્કોર્ટ કરવા માટે બેસ્ટ ઈન ડેસ્ટીનેશન પાર્ટનર પસંદ કરવા. તે તેઓને સાઉથ આફ્રિકામાં નવી જોવાલાયક ચીજો અને કરવા લાયક ચીજો વિશે અપડેટ કરે છે અને બેઝિકસ જેમ કે વિઝા અને લોજિસ્ટિકલ બાબતોમાં ગ્રાહકોને સેવા આપવામાં પૂરતી કાળજી રાખવા માર્ગદર્શન આપે છે એમ સાઉથ આફ્રિકન ટુરિઝમના ક્ધટ્રી મેનેજર ઈન્ડિયા હેનેલી સ્લેબરે કહ્યું હતું.

ટીએએઆઈના ખજાનચી જય ભાટિયાએ કહ્યું હતું, ‘ટીએએઆઈ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા ટ્રાવેલ એજન્ટસને શિક્ષિત કરે છે કે જેથી ટ્રાવેલ કંપનીઓના સ્ટાફને પ્રોડકટના વેચાણમાં સરળતા મળે. સાઉથ આફ્રિકન ટુરિઝમ સાથે આ બીજી વખત અમે આ ટ્રેનીંગ યોજી છે. અમને ખુશી છે કે આ ટ્રેડને એસએટી ટીમ અને ભારતમાં સાઉથ આફ્રિકાથી આવનારા હિતધારકો પાસેથી ખાસ માર્કેટીંગ ટિપ્સ તેઓ મેળવી રહ્યા છે.

સાઉથ આફ્રિકામાં રજાઓ ગાળવાની પસંદગી કરનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી વધી છે અને તે ૨૦૧૭માં પણ યથાવત રહે એવી અપેક્ષા છે. હેનેલી સ્લેબરે કહ્યું હતું, ‘ભારતમાં સાઉથ આફ્રિકન ટુરિઝમ માટે ૨૦૧૬નું આ વર્ષ સિમાચિહ્ન‚પ બની રહ્યું હતું અને અમે ઈન્ડસ્ટ્રીમાં તેમજ અમારા માટે ૨૦૧૭ને વધુ વિશાળ અને ઉતમ બનાવીને નવા સિમાચિહ્નો સ્થાપવા કટિબદ્ધ છીએ. અમારો ઈન્ટરનલ ટારગેટ ૨૦૧૭માં એક લાખથી વધુ મુલાકાતીઓને આવકારવાનો છે અને અમે આ ટારગેટ પુરો કરવા માટે અને એ કામ પુરુ કરવા માટે વધુ રોમાંચ અનુભવી રહ્યા છીએ.

ભારતીય લીઝર વિઝિટર્સની સંખ્યા સાઉથ આફ્રિકામાં ૨૦૧૬માં ૨૧.૭ ટકા જેટલી વધી હતી અને અરાઈવલ્સ ફિગર ૯૫૩૭૭ પ્રવાસીઓનો રહ્યો હતો, જે સાઉથ આફ્રિકાના ઈન્ટરનેશનલ સોર્સ માર્કેટસમાં ૮મી પોઝીશન પર રહી હતી. આ સંખ્યા ૨૦૧૫માં ૭૮૩૮૫ લોકોની રહી હતી. ૨૦૧૬માં ભારતમાંથી ઓવરઓલ ખર્ચ જોવા મળ્યો હતો. (માત્ર દેશમાં ટુર સમયે ખર્ચ થયો હોય એ ફલાઈટ અને આકર્ષણો, એડવાન્સમાં બુક કરાવેલી હોટેલ સિવાય) જે આંકડો વર્ષના અંતે ૧.૨ બિલિયન ઝાર રહ્યો હતો. આ તમામ આંકડા દર્શાવે છે કે ભારતીય પ્રવાસીઓ સાઉથ આફ્રિકા માટે રોમાંચ અનુભવે છે.

લર્ન એસએમાં એન્ડ ક્ધઝયુમર-ટ્રાવેલર માટે વધુ પસંદગીઓ માટે સેંકડો સાઉથ આફ્રિકન પ્રોડકટ સપ્લાયર્સ સામેલ થયા હતા. આમાં ઈનબાઉન્ડ ટુર ઓપરેટર્સ અને ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓ જેમ કે આફ્રિકા ઈનકમિંગ, ટ્રાવ કેર, ટુરવેસ્ટ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ, સેન્યુરિયન ટ્રાવેલ અને ટુર્સ અને સધર્ન આફ્રિકા ૩૬૦, હોટેલ ચેઈન્સ જેમ કે ત્સોગો સુ અને સન ઈન્ટરનેશનલ અને આફ્રિકન એર કરિયર રવાન્ડએર સામેલ છે. જેઓ ભારતમાં કિફાયત ભાડા અને ડીલ્સ રજુ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.