Abtak Media Google News

ઇંગ્લેન્ડને 1-0થી હરાવી ઇતિહાસ રચ્યો : પુરુષ અને મહિલા વિશ્વકપ જીતતો સ્પેન પ્રથમ દેશ બન્યો

વુમન ફીફા વિશ્વકપ જીતતું સ્પેન પ્રથમ દેશ બન્યો છે. જેને ઇંગ્લેન્ડને 1-0થી હરાવી ઇતિહાસ રચ્યો છે. ખિતાબ જીતનારા સ્પેનિશ ટીમ પહેલા રાઉન્ડ-16 થી આગળ ક્યારેય નથી વધી શકી. નોકઆઉટ રાઉન્ડમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ, ક્વાર્ટર ફાઈનલ અને ફાઈનલમાં સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્વીડનને પછાડ્યુ હતું. તે પછી ઈંગ્લેન્ડને ફાઈનલમાં હરાવીને સ્પેને તેની આ ઉપલબ્ધિને વધુ એકવાર મોટી કરી હતી.

Advertisement

ઓલ્ગા કાર્મોનાએ શરુઆતની હાફ ગોલની મદદથી સ્પેનને રવિવારે મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 1-0થી હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો. આ સાથે મહત્વની વાત એ છે કે આ બંને ટીમો પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપની ફાઈનલ રમી રહી હતી. આ જીત લા રોજાએ તેમની પહેલી મોટી આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાવી હતી. ટીમે આ સાથે જ ગયા વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લઈ હિસાબ બરોબર કરી દીધો.

સ્પેનની ટીમે સેમીફાઈનલમાં સ્વીડનની ટીમને 2-1થી હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સાથે ઈંગ્લેન્ડે મેજબાન ઓસ્ટ્રેલિયાની ટીમને સેમીફાઈનલમાં 3-1થી હરાવી હતી. ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં હરાવીને ઈંગ્લેન્ડ પણ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યું હતું. અત્યાર સુધી વુમન્સ ફુટબોલ વર્લ્ડકપનો ખિતાબ અમેરિકા 4 વખત જીત્યું છે, જ્યારે જર્મની 2 વખત જીત્યું છે. સાથે જ નોર્વે અને જાપાને 1-1 વખત ખિતાબ જીત્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.