Abtak Media Google News

મેળાની મજામાં વરસાદ બન્યો વિઘ્ન 

Img 20230821 Wa0086                              

જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને આજે પ્રથમ સોમવારથી જ શ્રાવણી મેળા નો પ્રારંભ કરવાનો હતો, પરંતુ હજુ સુધી રાઈડ્સ નું ફિટિંગ કામ પૂર્ણ થઈ શકયું ન હોવાથી અને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ થયું ન હોવાના કારણે મેળા નો પ્રારંભ કરી શકાયો નથી.

Img 20230821 Wa0081

દરમિયાન આજે સવારે વરસાદી વાતાવરણ બની ગયું હોવાથી અને શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે વધુ વિલંબ સર્જાયો છે. જોકે કેટલાક રાઇડના સંચાલકો વરસતા વરસાદે પણ ફીટીંગ નું કાર્ય ચાલુ રાખીને તૈયારીમાં જોડાયા છે.Img 20230821 Wa0087

આ ઉપરાંત રંગમતી- નાગમતી નદીના મેળામાં હજુ સુધી મેળા માટે ની કોઈ તૈયારીઓ કરી શકાઇ નથી, તેમજ આજે વરસાદી વાતાવરણને લઈને સમગ્ર મેળા મેદાનમાં પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા. અહીં મેળાનું આયોજન કરવામાં વધુ વિલંબ થાય તેમ મનાઈ રહ્યું છે.

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.