Abtak Media Google News

એપલની ઘડીયાળ મંગાવ્યા બાદ આવેલું પાર્સલમાં ખાલી ખોખુ નિકળતા ગ્રાહક તકરારમાં દાદ માંગી’તી

રાજકોટના સી.એ. બ્રાન્ચના ચેરમેન દ્વારા એમેઝોન ઈન્ડિયા પ્રા.લી, એમેઝોનના સેલર એપ્ટીરીયો રીટેઈલ પ્રા.લી. અને એમેઝોનના કુરિયર એજન્ટ વિરુદ્ધ કરેલી ફરીયાદમાં  ગ્રાહક તકરાર નિવારણ ફોરમે રૂ 16,149,31 અરજી દાખલ થયા તારીખથી 6 ટકાના ચડત વ્યાજ સાથે અને અન્ય ખર્ચ ના રૂ.35 હજાર ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટના સી.એ. બ્રાન્ચના ચેરમેન જીજ્ઞેશ રમેશભાઈ રાઠોડ ઓનલાઈન એમેઝોન કંપની મારફત એપલ કંપનનીની ઘડિયાળ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી મંગાવી હતી. જે ઓર્ડર  બાવળા ખાતે  એમેઝોન કંપનીના સેલર એપ્ટીરીયો રીટેઈલ પ્રા.લી. દ્વારા  રાજકોટ ખાતે કંપનીના કુરિયર એજન્ટ શિવ શક્તિ એજન્સી દ્વારા  ફરીયાદીની ઓફિસે ડિલીવરી કરવામાં આવી હતી. ફરિયાદીને પાર્સલ વજનમાં હલકું હોય પાર્સલમાં કંઈ ગરબડ જેવુ લાગતાં પાર્સલને ખોલતી વખતે વિડીયોગ્રાફી કરી પાર્સલ ખોલતા બોક્સ ખાલી નીકળ્યું હતું. અંગે એમેઝોન કંપનીના કસ્ટમર કેરમાં જાણ કરી.

ઈ મેઈલ દ્વારા વિડિઓગ્રાફી કરેલા વિડીયો મોકલતા કંપનીએ ઉડાઉ જવાબ આપી ગલ્લા તલ્લા કરી કંપનીએ કોઈપણ જાતનું તપાસ કર્યા વગર ફરિયાદીને એવું જણાવી દીધું કે અમોએ તમોને એપલની ઘડિયાળની ડિલીવર કરી છે. અમે કાઇ કરી શકીએ નહીં.  રાજકોટ જીલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ, ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા જીલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એડી. એ દલીલો માન્ય રાખીને ફરિયાદીને  નુકશાન વળતર પેટેની રકમ રૂ.16,149  ફરીયાદ અરજી દાખલ થયા તારીખથી 6 ટકાના ચડત વ્યાજ સાથે અને અન્ય ખર્ચ ના રૂ.35 હજાર ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે યુવા એડવોકેટ રવિ વિજયસિંહ રાઠોડ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.