Abtak Media Google News

સંસદના શિયાળુસત્રનો આજે ચોથો દિવસ છે. લોકસભામાં આજે પણ રાફેલ ડીલના નિયમ 193 અંર્તગત ચર્ચા ચાલુ છે. આ ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સિવાય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ તેમનો પક્ષ મુકશે. કોંગ્રેસે ચર્ચાને ધ્યાનમાં રાખીને પાર્ટીના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યું છે.

Advertisement

લોકસભા સ્પીકરે ટીડીપીના 10 અને AIADMKના 7 સાંસદો વેલમાં ધસી આવ્યા હોવાના કારણે તેમને 4 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્પીકરે સાંસદોના નામ લઈને કહ્યું છે કે, તમે લોકોએ જાણી જોઈને ગૃહની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી છે. તેથી તમને સત્રના બાકી વધેલા 4 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. હોબાળા પછી સ્પીકરે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.