Abtak Media Google News

પાંજરામાં પાણીના ફુવારા ગોઠવાયા:રીંછ અને વાંદરા ને અપાતી ફૃટ કુલ્ફી

રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે હાલ ૪૯ પ્રજાતીઓનાં કુલ ૩૬૩ પ્રદર્શીત કરવામાં આવે છે. આ તમામ તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દરેક ઋતુમાં ઝુ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ ઉનાળામા ગરમીમાં પ્રાણી પક્ષીઓને વાતાવરણની કોઈ પ્રતિકુળ અસર ના થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે નીચેની વિગતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં,

સિંહ, વાઘ, દિપડા અને રિંછ: આ તમામ પ્રાણીઓનાં પાંજરમાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે, પ્રાણીઓ ગરમીના સમયે નાહી શકે છે. પાંજરામા પાણીની ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે.

પુરતા પ્રમાણમાં વ્રુક્ષોનો છાયડો કરવામાં આવેલ છે. રિંછને સમયાંતરે ફ્રુટ ગુલ્ફી આપવામાં આવે છે. નાના પ્રાણીઓ (વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહુડી). આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરામા પાણીની ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. વાંદરાઓ:  તમામ પ્રકારના વાંદરાઓનાં પાંજરાઓમાં શેડની વ્યવ્સ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંગ બપોર પછીના સમયે વધારે ગરમી હોય ત્યારે ફ્રુટ ગુલ્ફી ખોરાકમાં આપવામાં આવે છે

પક્ષીઓ:  પક્ષીઓનાં તમામ પાંજરાઓમાં ક્રીપર વેલ તેમજ સુકા ઘાસથી છાંયડો કરવામાં આવેલ છે. વાતવરણ ઠંડુ રહે તે માટે ખાસ પ્રકારનુ લીલુ ઘાસ ઉગાડવામાં આવેલ છે. ઈમુ તથા શાહમ્રુગમાં ફોગર સિસ્ટમ લાગાવવામાં આવેલ છે.  હરણ વિભાગ: તમામ હરણના પાંજરાઓમાં વ્રુક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવ્સ્થા કરવામાં આવેલ છે.  સાબર હરણ માટે મડ પોંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પક્ષીઓમાં ગરમીના કારણે ઉશફિવિજ્ઞયફ  ઉયવુમફિશિંજ્ઞક્ષ ના થાય તે માટે પીવાના પાણીમાં ઘછજ સપ્લાય કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.