Abtak Media Google News

ગાંઠીયા જલેબી ડોટ કોમમાં ૨ કિલો વોશિંગ સોડા, સિન્ેટીક કલર, ૯ કિલો દાઝયુ તેલ અને ૪ કિલો પડતર ફરસાણનો નાશ: ૨૫ વેપારીઓને નોટિસ

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આરોગ્યલક્ષી ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં નાણાવટી ચોકમાં આવેલા ગાંઠીયા જેલેબી ડોટકોમ નામની દુકાનમાં ગાંઠીયાને નરમ બનાવવા માટે વોશિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું કારસ્તાન પકડાયું હતું. આજે કુલ ૩૧ જગ્યાએ ચેકિંગ હા ધરાયું હતું અને ૨૫ વેપારીઓને નોટિસ આપી ૩૫ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

Carsten Was Caught Using A Washing Soda To Make Gaffaes
Carsten was caught using a washing soda to make gaffaes

 

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, નાણાવટી ચોકમાં જાસલ કોમ્પલેક્ષમાં ગાઠીયા જલેબી ડોટ કોમમાં હા ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અહીં ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડાનો ઉપયોગ તો હોવાનું પકડાયું હતું. ૨ કિલો વોસિંગ સોડા, એક પેકેટ સિન્ેટીક કલર, ૯ કિલો દાઝયુ તેલ અને ૪ કિલો પડતર ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો. ધંધાના સ્ળ પર ફરસાણ બનાવવા માટે કયાં ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવ્યું ન હતું.Dsc 2153

આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાં સેવન સ્ટાર કેટરીંગમાં પણ ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં ૧ પેકેટ સીન્ેટીક કલર, ૩ કિલો હાજીનો મોટો, ૧૭ કિલો ફરસાણ નાશ કરવામાં આવ્યું હતું. આજે એલઆઈવી પાન એન્ડ કોલ્ડ્રીંગ, જલારામ ખમણ હાઉસ, સ્ટાર પાન કોલ્ડ્રીંકસ, મુરલીધર ડિલકસ પાન, માધવ પાન, કેરવી પાન કોલ્ડ્રીંકસ, કિસ્મત હોટલ, પટેલ પાન, ગીરીરાજ કોલ્ડ વર્લ્ડ, જે.કે.પાન, ગોવધર્ન ડિલકસ પાન, ક્રિષ્ના ડિલકસ પાસ, મોમાઈ હોટલ, જય બાલાજી રેસ્ટોરન્ટ, વરીયા ભજીયા હાઉસ, આશિષ ભજીયા, જયુસીસ સુગર કેન અને રાધે પાન સહિત કુલ ૩૧ સ્ળે ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ લાયસન્સ ન હોવા સબબ ૨૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

Dsc 2152

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.