Abtak Media Google News

કોરોના મહામારીની દરેક ક્ષેત્રે નકારાત્મક અસર ઉપજી છે. જેમાંથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. કોરોના સંક્રમણને કારણે છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી ઓફલાઈન શિક્ષણ “ઓફ” છે. શાળાઓને તાળાં લાગતા પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ શરૂ છે એવામાં ફીનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. ખાનગી શાળા સંચાલકો દ્વારા વસુલવામાં આવતી ફીનો દેશભરમાં વાલીઓ તેમજ વિધાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

Education 01રાજકોટ જીલ્લા NSUI દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધસી જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈ દ્વારા કચેરીએ રામધૂન બોલાવવામાં આવી છે. એટલું જ નહીં શિક્ષણાધિકારીના પગ પકડી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે ખાનગી સ્કુલોની ફી બાબતે દાદાગીરી ઉપર અંકુશ ડામવા બાબતે અવાજ ઉઠાવવો જરૂરી છે. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ફી માફીની રજુઆત અને આવેદનપત્ર આપી માંગ કરી છે.

Education006આ ઉપરાંત જીલ્લા શિક્ષણ અધિકારીના ટેબલ પર NSUI સભ્યોએ બંગડીઓ ફેકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આજ દીન સુધી મળેલી ફરિયાદો અને તેમના પર કાર્યવાહી માહીતી ના આપાતા ચેમ્બરમાં જોરશોરથી રામધૂન બોલાવી હતી. વિરોધ કરનારા 5 કાર્યકરોની પોલિસે અટકાયત કરી છે.

Education 05આ કાર્યક્રમમાં NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત , સેવાદળના પ્રમુખ મુંધવા, ભાવેશ પટેલ , NSUIના અભિરાજ તલાટિયા, પાર્થ બગડા, મોહીલ ડવ, માનવ સોલંકી,જીલ ડાભી, હુસેન હીરાણી, પ્રશાંત રાઠોડ સહીત કાર્યકરો જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.