Abtak Media Google News

ગેરહાજર રહેતા હોવાથી પીડીત પરિવારે ચીફ જસ્ટીસ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો

મોરબીમાં ઝુલતાપુર દુર્ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરવાની અરજીની સુનાવણીમાં સ્પેશિયલ પીપી છ-છ વખત ગેરહાજર રહેતા પીડિત પરિવાર દ્વારા ચીફ જસ્ટિસ અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી અને દુર્ઘટનાના કાનૂની વિવાદમાં આવ્યા બાદ સ્પેશિયલ પીપી સંજયભાઈ વોરાએ કાયદા વિભાગને રાજીનામું આપી દીધું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં આશરે 136 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને જે ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઇ પીડીતોના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને ઝડપથી આરોપીઓને જેલના હવાલે કરીશું પરંતુ મોરબીમાં ઝુલતા પુલ  દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવાની અરજીની સુનાવણીમાં

સરકારના જ વકીલો કોર્ટમાં છ છ વખતથી હાજર રહેતા નથી અને મોરબી સેશન્સ કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર જાણી જોઈને છ વખતથી ગેરહાજર રહે છે પરંતુ તેમને હાજર રહેવા માટે પણ કોઈ નિર્દેશ અપાતા નથી પીડિત પરિવારોએ આ અંગ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ગૃહપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે અને અમારા સ્વજનોના હત્યારાઓને ઝડપથી સજા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને સરકારી વકીલ જાણી જોઈને વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કાનૂની વિવાદમાં આવ્યા બાદ રાજકોટના જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ ઝુલતા પુલ દુર્ઘટનાના સ્પેશ્યલ પી.પી. પદેથી રાજીનામું આપતો કાયદા વિભાગને પત્ર લખ્યો છે અને કાયદા વિભાગ સમક્ષ પોતાનું  રાજીનામું ધરી દીધું છે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ પીપી સંજયભાઈએ કાનૂની વિવાદ બાદ અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.