Abtak Media Google News

સુરેન્દ્રનગરના દશાડા નજીક વહેલી સવારે ટેલર અને કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબી નજીકના વિરપરડા ગામના ચાર વ્યક્તિઓ કાળનો કોળીયો બની જતા અરેરાટી સાથે ગમગીની છવાય ગઇ છે. ટેલરના ચાલકે સ્ટીંયરીંગ કાબૂ ગુમાવતા સ્વિફ્ટ કાર સાથે ધડાકા ભેર અથડાયું હતું. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને રસ્તા નીચે ફંગોળાય ગઇ હતી. લૌકીકે જતા ગરાસીયા પરિવારના ચાર વ્યક્તિઓના મોતથી મોરબી પંથકમાં શોક છવાયો છે.

ગમખ્વાર અકસ્માતની જાણ થતા દશાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચારેય મૃતદેહોને કારના દરવાજા તોડી બહાર કાઢી પી.એમ.અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. જીવલેણ અકસ્માતના કારણે જૈનાબાદ નજીક ટ્રાફિકજામ થતા પોલીસે ટ્રાફીક ક્લીયર કરાવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાશ દરમિયા ઝોંકુ આવી જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી રોંગ સાઇડમાં ધસી આવી કારને ચગદી નાખી છે.

મોરબીના વિરપરડાથી કડી લૌકીકે જતા ગરાસીયા પરિવારના ચારના મોતથી અરેરાટી : ગમખ્વાર અકસ્માતમાં ભાંગીને ભુક્કો થયેલી કારના દરવાજા તોડી મૃતદેહો બહાર કાઢ્યા

વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબી નજીકના વીરપરડા ગામના દરબાર પરિવારમાં ચાર યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

ટ્રકે સ્વિફ્ટ કારને મારેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડિકુ વળી ગયું હતું અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે અકસ્માત થયેલી કાર આરટીઓમાં કુલદીપસિંહ પરમારન નામે બોલતી હોવાનું ખુલવા પામ્યું છે.

જ્યારે આ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. એમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. એની લૌકિક ક્રિયામા આ ચારેય ગરાસીયાના યુવાનો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માતમા સર્જાયો હતો.અકસ્માતમાં ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ચારેય મૃતકો એક જ પરિવારના નહીં પણ અલગ અલગ પરિવારના છે.જેથી હાલ મૃતકોનું નામ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દશાડા – પાટડી હાઇવે પર એક વર્ષમાં 20થી વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા

દસાડા પાટડી હાઇવે રક્તરંજીત છેલ્લા એક વર્ષમાં સાબિત થયો છે. છેલ્લા એક વર્ષમાં આ હાઇવે ઉપર અકસ્માતમાં જ 20 લોકોના મોત નીપજવા પામ્યા છે. રોજબરોજ હાઇવે ઉપર નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ આજે જે અકસ્માત સર્જાયો છે તે ગંભીર અકસ્માત ગણી શકાય ટેન્કર ચાલક ના વાંકે ચાર જિંદગી મોતમાં હોમાઇ છે જોકે આ મુદ્દે ટેન્કર સામે કડક કાર્યવાહી થવી જોઈએ છેલ્લા એક વર્ષમાં આ હાઇવે ઉપર 20થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

મૃતકોની યાદી

  • ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22 )રહે મોડપર,મોરબી
  • મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34 )
  • રહે. મોડપર તાલુકો જીલ્લો મોરબી
  • સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33) રહે.વીરપરડા તાલુકો જીલ્લો મોરબી અને
  • વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા, (ઉંમર વર્ષ 25)
  • રહે. ઇન્દિરા નગર મહેન્દ્રનગર મોરબી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.