Abtak Media Google News

મુસાફરોની સગવડતા માટે રેલ્વેએ ઓખા-વારાણસીથી પોરબંદર-સંતરાગચી વચ્ચે વિશેષ ભાડા સાથે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

ઓખા – વારાણસી સુપરફાસ્ટ સ્પેશ્યલ દર ગુરુવારે સવારે 14.05 વાગ્યે ઓખાથી ઉપડશે અને શનિવારે બપોરે 02.00 વાગ્યે વારાણસી પહોંચશે.  આ ટ્રેન આગળની સૂચના સુધી 15 એપ્રિલ 2021 થી દોડશે.  આવી જ રીતે,  વારાણસી – ઓખા સુપરફાસ્ટ સ્પેશ્યલ વારાણસીથી દર શનિવારે 21.55 કલાકે ઉપડશે અને સોમવારે 07.45 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 17 એપ્રિલ 2021 થી દોડશે.  આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા વગેરે સ્ટેશનોએ રોકાશે. પોરબંદર – સંતરાગાચી સુપરફાસ્ટ સ્પેશ્યલ પોરબંદરથી દર શુક્રવારે સવારે 09.05 વાગ્યે ઉપડશે અને રવિવારે સાંજના 06.20 વાગ્યે સંતરાગાચી પહોંચશે.

આ ટ્રેન આગળની સૂચના સુધી 16 એપ્રિલ 2021 થી દોડશે.  આવી જ રીતે, ટ્રેન નંબર 09094 સંતરાગાચી – પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે બપોરે 20.10 વાગ્યે સંતરાગચીથી ઉપડશે અને મંગળવારે બપોરે 18.35 વાગ્યે પોરબંદર પહોંચશે.  આ ટ્રેન 18 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે.  આ ટ્રેન જોધપુર, ઉપલેટા, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત વગેરે સ્ટેશનોએ રોકાશે.બન્ને   આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, સેક્ધડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે.

ટિકિટ બુકિંગ 22 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટરો પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.  સંબંધિત વિશેષ ટ્રેનોના સ્ટોપેજ વિશે વિસ્તૃત માહિતી માટે, મુસાફરો www.enquiry.
indianrail.gov.in પર જઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.