Abtak Media Google News

ગુજરાતના શહેરોમાં ‘જાથા’ દ્વારા જાગૃતિ અભિયાન

ગ્રહણો-પરિભ્રમણ-ભૂમિતિની રમત સાથે પડછાયાની કરામત… ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ અપાશે

વિશ્ર્વના અમુક પ્રદેશો-દેશોમાં સોમવા૨ તા. ૩૦મી નવેમ્બરે માદ્ય-છાયા ચંદ્રગ્રહણનો અભુત અવકાશી નજારો બનવાનો છે. ભા૨તના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં જોવા મળશે. છાયા ચંદ્રગ્રહણમાં પ્રકાશમાં સામાન્ય ફે૨ફારો ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. નરી આંખે પણ જોઈ શકાય છે. રાજયમાં ભા૨ત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપી માહિતગા૨ ક૨વાના છે. આ વર્ષ્ો કોરોનાના કા૨ણે મર્યાદિત જાગૃતોની હાજરીમાં આયોજન ગોઠવ્યું છે.

ભા૨તીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક પ૯ મિનિટ, ૪૧ સેક્ધડ, ગ્રહણ મધ્ય : ૧પ કલાક ૧૨ મિનિટ ૩૪ સેક્ધડ, ગ્રહણ મોક્ષ્ : ૧૭ કલાક ૨પ મિનિટ ૩૨ સેક્ધડ, ગ્રહણ ગ્રાસમાન : ૦.૨પ૮ ૨હેશે.

જાથાના જયંત પંડયા જણાવે છે કે એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસીફિક અને અમેરિકામાં છાયા ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભા૨તમાં ગ્રસ્તોદય સ્થિતિમાં અલ્હાબાદ, બાલી, ભાગલપુ૨, ભુવનેશ્ર્વ૨, બોકારો, કટક, ગો૨ખપુ૨, જમશેદપુ૨, લખનઉં, પટણા પુર્વ ભાગમાં આવતા વિસ્તારોમાં નજારો જોવા મળશે. જાથા ચંદ્રબિંબની ઉપ૨ થતા બદલાવો ટેલીસ્કોપની મદદથી જાણી લોકોને પ્રકાશના ફે૨ફારો અંગે જાણકારી આપવાના છે. રાજયમાં ગ્રહણ સમયે લોકો નરી આંખે જોવે સાથે ચા-નાસ્તો કરીને લેભાગુઓના ફળકથનોની ઠે૨ ઠે૨ હોળી ક૨વામાં આવશે. જાથા લોકોમાં માનસિક ભય-ડ૨ દૂ૨ ક૨વાનું અભિયાન ચલાવે છે. લેભાગુઓના નકારાત્મક ફળકથનોની હોળી કરાશે. રાજયમાં લોકો પોતાના ઘરેથી, અગાસી કે ખુલ્લી જગ્યાએથી ગ્રહણ જોઈ શકે છે. નરી આંખે જોવામાં કોઈપણ પ્રકા૨નું જોખમ નથી.

પંડયાએ વધુમાં જણાવ્યું કે, પૃથ્વી ઉપ૨ હજારો ચંદ્ર-સૂર્યગ્રહણો પસા૨ થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત ક૨વામાં આવશે.  ભા૨તમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધા૨ મુકી માત્ર ને માત્ર ગુમરાહ ક૨વાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક-બુતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષ્ાણનું કામ લેભાગુઓએ ઉભું ર્ક્યું છે. તેનાથી સાવધાન ૨હેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસ૨ર્ક્તા નથી કે જીવન પધ્ધતિ ઉપ૨ કશી જ અસ૨ કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભા૨તમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન ક૨વું, રાશિ ફળકથનો અને દોષ્ા નિવા૨ણના નામે લેભાગુઓ અને અમુક જયોતિષ્ાીઓ છેત૨પિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

વિશેષમાં પંડયા જણાવે છે કે, પૃથ્વી ઉપ૨ દ૨ મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પિ૨સ્થિતિ, પ્રાકૃતિક – કુદ૨તી, નિયમો અનુસા૨ બને જ છે તેને કોઈ અટકાવી શક્તું નથી કે રોકી શક્તું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકા૨ના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધા૨ વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસ૨વું તે માનસિક અધ:પતન સાથે સમયની બ૨બાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપક૨ણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિ૨-દેવસ્થાન બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ ક૨વો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની- કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી.

રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગ૨, મહેસાણા, પાટણ, પાલનપુ૨, છોટા ઉદેપુ૨, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુ૨ત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગ૨, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગ૨, મો૨બી, કચ્છ-ભુજ, જામનગ૨, દેવભૂમિ દ્વા૨કા, પો૨બંદ૨, ગિ૨ સોમનાથ, ભાવનગ૨, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગ૨ લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજા૨, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે કોરાનાને ધ્યાને રાખી વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વાજડી વિ૨ડાના દિનેશ હુંબલ, કુંકાવાવના રાજુભાઈ યાદવ, નિકાવાના ભોજાભાઈ ટોયટા, જસદણના અ૨વિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, મો૨બીના રૂચિ૨ કારીઆ, ગૌ૨વ કારીઆ, ભુજના શૈલેષ શાહ, અંજા૨ના એસ. એમ઼ બાવા, મંથલના હુસેનભાઈ ખલીફા, સુ૨તના મગનભાઈ પટેલ, વલસાડના કાર્તિક બાવીશી, નિર્ભય જોશી, તુષા૨ રાવ, હરેશ ભટ્ટ અનેક કાર્યકરો વ૨સાદ ૠતુને ધ્યાને રાખી આયોજન સંક્ષશિપ્ત રાખવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.