બારેમાસી મસાલા ભરવાની સિઝન: રેશમપટ્ટો અને કાશ્મીરી મસાલાનું વધુ વેચાણ

masala | spice |season
masala | spice |season

ગ્રાહકોને અમારા અને અમારી બ્રાંડ મહાલક્ષ્મી મસાલા ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ છે: હસમુખભાઈ જીવરાજાની

બારે માસના મસાલા ભરવાની સીઝન આવી ગઈ છે. આ વખતે ગયા વર્ષની તુલનામાં મસાલાના ભાવ ૨૦% ઓછા છે તો રાહ જોવા વિના એક સાથે વરસ આખાના મસાલા ભરી જ લેવા જોઈએ તેવો નિષ્ણાંતોનો મત છે.

સૌરાષ્ટ્રમાં બ્રાંડ મહાલક્ષ્મી મસાલા તૈયાર થાય છે. છેલ્લા ૧૮ વર્ષોથી તેઓએ લાઈવ કાઉન્ટર શરૂ કર્યું છે. આ બ્રાંડનો દાવો છે કે પ્રોડકટસ જેન્યુન છે. રેશમપટ્ટો, અને કાશ્મીરી મરચાના મસાલાની માગ વધુ છે. તેમનો પ્લાંટ વાવડી, ગોંડલ રોડ ખાતે આવેલ છે. તેઓ ગર્વથી બ્રાંડને સૌરાષ્ટ્રના મસાલા તરીકે પ્રમોટ કરે છે.

અબતક સાથેની વિશેષ વાતચીતમાં મહાલક્ષ્મી મસાલાના ઓનર હસમુખભાઈ અમૃતલાલ જીવરાજાનીએ જણાવ્યું હતુ કે, હુ ૧૯૬૨ થી આ ધંધા સાથે સંકળાયેલો છું પહેલા અમારે ગળીનો ધંધો હતો ગળીના ધંધામાં મંદી આવી એટલે મારા માતા મસાલા અંગે જાણતા એટલે તેમણે મસાલા ધંધાની પ્રેરણા મારી માતાએ જ આપી હતી. શ‚આતમાં દરરોજ ૧૫ થી ૨૦ કિલો જેટલુ ઘરે ખાંડી આ આઈટમ અમે બજારમાં મૂકી હતી મહાલક્ષ્મી બ્રાન્ડ અમે ગર્વથી વેચી રહ્યા છીએ અને ગ્રાહકોનો પણ અમને પૂરતો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા અઢાર વર્ષથી અમે અમા‚ લાઈવ કાઉન્ટર ચાલુ કર્યું છે. જેમાં રાજકોટની ૫૦% જનતાનો અમને સપોર્ટ છે.

આજે અમે શહેરથી આટલા દૂર હોવા છતાં પણ અમારે ત્યાં લાઈન લાગે છે. કસ્ટમરને અમાર અને અમારી બ્રાન્ડ ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. અત્યારે રેસમપટ્ટો અને કાશ્મીરી માર્કેટમાં વધુ વેચાય છે. અને હળવદરમાં લોકો સેલમની વધારે પડતી પસંદગી કરે છે. અમારે ત્યા વિવિધ પ્રકારના મસાલા છે અને ટુંક સમયમાં અમે ચાઈનીઝ મસાલા પણ બહાર પાડવાનું વિચારી રહ્યા છીએ ગયા વર્ષેકરતા આ વર્ષ મસાલાના ભાવ ૨૦ %નીચા છે. ગ્રાહકો કોમલબેન જાગેલા, શ્રેયાબેન, મારવાણીયા, કંચનબેન ડેડકીયા, ઉર્મિલાબેન વિગેરેએ આ બ્રાંડ વિશે પોઝીટીવ રીપ્લાય આપ્યો હતો.

મસાલાના પ્રકાર કેટલા?

અહીં વેચાતા વિવિધ પ્રકારનાં મસાલામાં ડબલ રેશમ પટ્ટો, કાશ્મીરી મરચુ, હળવદર, ધાણાજી‚, તજ, લવીંગ, વરીયાળી, ઘઉં વગેરે મસાલાની દરેક આઈટમ જેવી કે કિચન કિંગ મસાલા, ચાર મસાલા, કચ્છી દાબેલી મસાલા, પાણીપુરી મસાલા, ગરમ મસાલા, ચાનો મસાલો, છોલે મસાલા, પંજાબી ગ્રેવી મસાલા, અથાણા મસાલા, સંભાર મસાલા, ઉંધીયા મસાલા, પાંઉભાજી મસાલા વગેરે જોવા મળે છે.