Abtak Media Google News

કોંગ્રેસના મોંધવારી અને ભાવ વધારાના મુદ્દે સ્વૈચ્છીક બજારો બંધ અંગે આંશિક સમર્થન છે, જેમાં મોટા ભાગના વેપારીઓ, કાર્યકરો અગ્રણીઓ વગેરે દ્વારા જુદા જુદા વિસ્તારો તથા ગામોમાં બજારો બંધ રાખવા અંગે મિશ્ર પ્રતિસાદ મળેલ બજારમાં તમામ વસ્તુઓના સતત વધતા જતા ભાવના વધારોમાં તથા જી.એસ.ટી. તેમજ જરુરી વસ્તુઓમાં મોંધવારી વધતી જતી હોય ને તમામ લોકોએ મિશ્ર પ્રતિસાદ મળેલ છે. આમ, કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધના મુદ્દે વેપારીઓ તથા કાર્યકરોએ અધડો દિવસ બંધ રાખી હતી.

દામનગર

Img 20220909 Wa0017 1

દામનગમાં ગુજરાત બંધ ને લઈ  શહેર કોંગ્રેસ અગ્રણી સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની બેઠક મળી હતી. દામનગર શહેર કોંગ્રેસ ના સચિન બોખા દેવેન્દ્ર જુઠાણી મહીપતગિરી હારૂનભાઈ ફ્રુટવાળા જીતુભાઇ નારોલા વસીમ ચારણીયા મનીષ ગાંધી રાજેશ ઈસામલિયા દેવજીભાઈ ઈસામલિયા મોહનભાઇ પરમાર ધીરુભાઈ ઈસામલિયા હિમતભાઈ ઈસામલિયા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં ગુજરાત બંધ ને સફળ બનાવવા આહવાન કરાયું હતું

ભાટીયા

Img 20220909 Wa0014

ભાટીયા માં કોંગ્રેસ ના  મોંઘવારી અને બેરોજગારી મુદે સ્વૈચ્છિકના બંધ ને આંશિક સમર્થન,મોટાભાગે વહેપારીઓ બંધ થી દૂર રહ્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી મુદે સ્વૈચ્છિક બંધ થી ભાટીયા ના મોટા ભાગ ના વહેપારીઓ દૂર રહ્યા હતા.

માણાવદર

Img 20220910 085309

માણાવદર શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો છે. માણાવદર શહેરના સિનેમા ચોકમાં આજ વહેલી સવારથી જ કોંગ્રેસના આગેવાનો એકઢા થયા હતા જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ પટેલ હાજર રહ્યા હતા

જામજોધપુર

20220910 084528

જામજોધપુરમાં  ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા તેમજ કોંગ્રેસ કાર્યકરો બજારમાં ફરી બંધ કરવા અપીલ  કરતા તમામ વેપારી ભાઇઓએ સહકાર આપી તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.