Abtak Media Google News

રાષ્ટ્રીય શાળામાં યોજાયેલા ‘કરાઓકે’ નાdઇટના કાર્યક્રમમાં ઉપસ્થિત 500 જુનિયર ધારાશાસ્ત્રીના આરબીએ પેનલના સમર્થનમાં આવતા હરિફ ઉમેદવારોમાં સોપો

જુનીયર એડવોકેટો દ્વારા બાર એસોસીએશનની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર સીનીયર ધારાશાસ્ત્રીઓની આર.બી.એ.પેનલને સમર્થનમાં રાષ્ટ્રીયશાળા ખાતે તા.13ને મંગળવારે એક કરાઓકે નાઈટનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 500 જેટલા જુનીયર ધારાશાસ્ત્રીઓએ એકી અવાજે આર.બી.એ. પેનલને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું. આર.બી.એ. પેનલને વિજેતા બનાવવા સ્વયંભૂ જુવાળ જોવા મળી રહ્યો છે.

છેલ્લા થોડા વર્ષોથી બાર એસોસીએશનમાં જુથવાદને કારણે અમુક અયોગ્ય ઉમેદવારો યેનકેન પ્રકારે બાર એસોસીએશનના કોઈને કોઈ હોદા ઉપર પોતાના અંગત સ્વાર્થ સાધવા ગોઠવાઈ જતા હતા. જેના કારણે બાર એસોસીએશનની ગરીમા અને પ્રતિષ્ઠા નામશેષ થઈ રહી છે. જેથી આ વખતે એક સમાન વિચારસરણી ધરાવતા પ્રતિષ્ઠિત યુવાન ધારાશાસ્ત્રીઓના ગ્રુપે સીનીયર ધારાશાસ્ત્રીઓને બાર એસોસીએશનનું સુકાન સંભાળવા આગ્રહ કરતા બાર એસોસીએશનના હિતમાં સીનીયર ધારાશાસ્ત્રીઓએ ચૂંટણી લડવા તૈયાર થયેલા અને આર.બી.એ.પેનલના નામે તેઓએ ઉમેદવારી નોંધાવી છે.

ત્યારબાદ હરીફ પેનલ દ્વારા આ સીનીયર ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ જુનીયર ધારાશાસ્ત્રીઓને ભડકાવવા અપ્રચાર કરવામાં આવતા જુનીયર ધારાશાસ્ત્રીઓના સંગઠને આર.બી.એ.પેનલના સમર્થનમાં એક ભવ્ય કાર્યક્રમ યોજી આર.બી.એ. પેનલને સમર્થન આપવાનું જાહેર કરેલું છે. જે અંતર્ગત આ સંગઠનને રાષ્ટ્રીયશાળા ખાતે તા.13ને મંગળવારના રોજ રાત્રીના 8/30 કલાકે જુનીયર ધારાશાસ્ત્રીઓ માટે કરાઓકે નાઈટનું આયોજન કરેલું. આ સફળતામાં આયોજનમાં આશરે 500 જેટલા ધારાશાસ્ત્રીઓ હાજર રહેલા અને આર.બી.એ. પેનલના પ્રમુખપદના ઉમેદવાર લલીતસિંહ શાહી, ઉપપ્રમુખ પદે નલીનભાઈ પટેલ, સેક્રેટરી પદે દિલીપભાઈ જોષી, જો.સેક્રેટરી પદે જયેન્દ્રસિંહ રાણા, લાઈબ્રેરી સેક્રેટરી પદે જયદેવભાઈ શુકલ, ટ્રેઝરર પદે કિશોરભાઈ સખીયા તેમજ કારોબારી સભ્યપદે ગીરીશભાઈ ભટ્ટ, જયંતભાઈ ગાંગાણી, તુલસીદાસ ગોંડલીયા, જીજ્ઞેશભાઈ જોષી, બીપીનભાઈ કોટેચા, મહર્ષિભાઈ પંડયા, બીપીનભાઈ મહેતા, ગોરધનભાઈ રામાણી (જી.એલ.), ઘનશ્યામભાઈ ઠાકર તથા મહિલા અનામત ઉમેદવાર રજનીબા રાણાનું સન્માન કરી તેઓને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા તમામ જુનીયર એડવોકેટોએ એક અવાજે હાંકલ કરી છે.

આ નવીનતમ પ્રકારની કરાઓકે નાઈટ કાર્યક્રમમાં એડવોકેટ જગદીશ ભટ્ટ, હરેશ પસોંડા, સંજય જોષી (સંજુ બાબા), શૈલેષ ભટ્ટ, પુનમબેન પટેલ, જયેશભાઈ યાદવ, પરાગભાઈ સહિતના વકિલ ભાઈઓ તથા બહેનોએ પોતાના સુમધુર અવાજમાં બોલીવુડના સુપ્રસિધ્ધ ગીતોની કૃતિઓ 2જુ કરી હતી.

આ અત્યંત સંગીતમય વાતાવરણમાં ઉપસ્થિત રહેલા તમામ એડવોકેટો માટે અલગ-અલગ જગ્યાએ કેમ્પ ફાયર રાખવામાં આવેલા અને સાથે જીંજરા અને શેરડીની લહેજત માણતા વકિલોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ ઉઠાવેલો તેમજ તમામ વકીલો માટે અસલ કાઠીયાવાડી જમણ પીરસવામાં આવેલું હતું. જેમાં ખાસ ઉપસ્થિત તમામ વકિલોએ આર.બી.એ.પેનલના તમામ ઉમેદવારો સાથે હ2ખભેર સેલ્ફીઓ લઈ અત્યંત ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આર.બી.એ.પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા સંકલ્પ કરેલો છે.

આ કાર્યક્રમમાં એન્કરીંગ, સંચાલન પારસ શેઠ અને સંજય જોષી (સંજુબાબા)એ કરેલું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા જુનીયર એડવોકેટ સર્વ હર્ષિલ શાહ, અભિષેક શુક્લ, ભુવનેશ શાહી, મલ્હાર સોનપાલ, વિશાલ સોલંકી, હિમાંશુ પારેખ, નિકુંજ શુકલ, સંદિપ વેકરીયા, નિશાંત જોષી, કપીલ શુકલ, કૈલાસ જાની, સત્યજીત ભટ્ટી, ગૌરાંગ માંકડ, દિપ વ્યાસ, કૌશલ વ્યાસ, હર્ષ ઘીયા, જસ્મીન ગઢીયા, જયેન્દ્ર ગોંડલીયા, વિશાલ કોટેચા, હુશેન હીંગરોજા, હીરેન ડોબરીયા, જય શુકલ, હીત શેઠ, જય બુધ્ધદેવ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

આર.બી.એ. પેનલને સંતોના આશિર્વાદ

આર.બી.એ.પેનલના ઉમેદવારોએ સ્વામિનારાયણ ગુરુકુળના હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ  લીધા. રાજકોટ બાર એસોસિએશન આગામી તારીખ 16 ના રોજ ચૂંટણી યોજવાની છે ત્યારે એક્ટિવ પેનલ અને આરબીએ પેનલના ઉમેદવારો વચ્ચે ખરાખરી નો જંગ જામ્યો છે ત્યારે આરબીઆઈ પેનલના ઉમેદવારો પ્રમુખ લલીતસિંહ શાહી, ઉપપ્રમુખ એન જે પટેલ, સેક્રેટરી દિલીપભાઈ જોશી, જોઈન્ટ સેક્રેટરી રાણા જે એફ, લાઇબ્રેરી સેક્રેટરી જયુભાઈ શુક્લ, કારોબારી સભ્યના ઉમેદવારો ગીરીશભાઈ ભટ્ટ, ગાંગાણી જયંતીભાઈ તુલસીદાસ ગોંડલીયા, જીગ્નેશભાઈ જોશી, કોટેચા બીપીનભાઈ, મહેતા બીપીનભાઈ, પંડ્યા મહર્ષિભાઈ, રામાણી જીએલ, જી આર ઠાકર  અને મહિલા કારોબાર  અનામતના ઉમેદવાર રાણા રજનીબા  સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મુલાકાત લઈ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

આર.બી.એ. પેનલને જંગી બહુમતીથી ચુંટી કાઢવા પરકીન રાજાની અપીલ

બાર એશોસીએશનની ચુંટણીમાં બારની એકતા, અસ્તિત્વ અને અસ્મિતા માટે થઈને સિનિયરોની પેનલ આર.બી.એ.ને જંગી બહુમતીથી ચુંટી કાઢવાની એડવોકેટ પરકીન રાજાની અપીલ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય અને બાર એશોસીએશનના પુર્વ કારોબારી સભ્ય એડવોકેટ પરકીન રાજા એ જણાવ્યું છે કે આ વર્ષની ચુંટણીમાં સમગ્ર બાર એશોસીએશનના સૌજન્યથી અને તમામ જુનિયરોને સાથી વકીલોના ભારપુર્વકના આગ્રહ થી બાર એશોસીએશનના બધા જ સિનિયર ધારાશાસ્ત્રીઓએ એક તંદુરસ્ત અને સમતોલ પેનલ બનાવી છે. ઉપરોક્ત પેનલમાં તમામ હોદાઓ પર 30 થી 40 વર્ષની પ્રેક્ટીસ કરનારા વરિષ્ઠ સિનિયરો અને એકટીવ જુનિયર પણ સ્પર્ધામાં છે ત્યારે મારી આપ સૌ સિનીયર તથા જુનિયર એડવોકેટ મિત્રો ને હાર્દીક વિનંતી છે કે ઉપરોક્ત સિનિયરોની પેનલ આરી.બી.એ.ને જંગી બહુમતીથી ચુંટીને રાજકોટ બાર એશોસીએશનનું ગૌરવ પ્રસ્થાપિત કરવામાં સહભાગી બનવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.