સ્પોર્ટ્સ યુનિ. વિધાર્થીઓની શારીરિક ક્ષમતાનો વિકાસ કરશે: ડો.અર્જુનસિંહ રાણા

યુનિવર્સિટી ઓલિમ્પિક કક્ષાના 1300 સ્ક્વેર મીટરના સ્વિમિંગ પુલની સુવિધાથી સજ્જ : વિદ્યાર્થીઓ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર, ડાયરેક્ટર કે ઇન્સ્ટ્રક્ટર તરીકેની કારકિર્દી બનાવી શકશે

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી, ડેસર ખાતે પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યકમના અતિથિ વિશેષ તરીકે આવેલા કેતનભાઈ ઈમાનદારે ધ્વજવંદન કર્યું હતું અને તેઓઓ જણાવ્યુ હતું કે, આવનારા દિવસોમાં જોશ અને જુનુન સાથે પ્રોફેશરો અને વિધાર્થીઓ કામ કરે.

યુનિવર્સીટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શને  શ્રેષ્ઠ ભારત માટેનું બળ પૂરું પાડ્યું. ડેસર ખાતે સ્થિત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી વિધાર્થીઓનો શારીરિક ક્ષમતાનો વિકાસ કરશે. 5759 સ્ક્વેર ફૂટ ઇન્ડોર સ્ટેડિયમ ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પુલ સાથે સાવલીના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ગુજરાતની જનતાને ભેટ મળી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર, ડાયરેક્ટર કે ઇન્સ્ટ્રક્ટર તરીકેની કારકિર્દી બનાવી શકશે. આ ઉપરાંત સરકારી, અર્ધસરકારી, બિનસરકારી કે પ્રાઇવેટ સંસ્થા ખાતે રમતના કોચ, હેડકોચ કે ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે પણ કાર્ય કરી શકશે.

સાવલીના ડેસર ખાતે 130 એકરમાં બનનારી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 3 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના રહેવા ઇન હાઉસ હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સસિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા મુજબ હાલ યુનિવર્સિટી પોતાના ગાંધીનગર કેમ્પસ ખાતે કાર્યરત છે. વડોદરા ડેસર ખાતેના નવા કેમ્પસમાં એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, એથ્લેટિક ટ્રેક, સ્ટાફ ક્વાટર્સ જેવી અત્યાધુનિક ફેસિલિટી હશે.