Abtak Media Google News

ભારત સામે રમાવનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે Sri Lanka એ પોતાની ટીમનું એલાન કરી દીધું છે. ટીમમાંથી બેટ્સમેન કુશલ મેન્ડીસ અને કુશાલ સિલ્વાની સાથે ઝડપી બોલર નુઆન પ્રદીપને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. જયારે કેપ્ટન એન્જેલો મેથ્યુઝની ટીમમાં વાપસી થઈ છે. એન્જેલો મેથ્યુઝની સાથે ધનજંય ડી સિલ્વા અને દાસુન શનાકાને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. બંનેએ વેસ્ટ ઇન્ડીઝમાં અનઓફીશીયલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

જમણાંના હાથના ઓપનર બેટ્સમેન ધનંજય ડી સિલ્વા પાકિસ્તાન સામે ટેસ્ટ જીતમાં ટીમ સાથે હતા પરંતુ પોતાની જગ્યા બનાવી શક્યા નહોતા.

એન્જેલો મેથ્યુઝ ઈજાના કારણે પાકિસ્તાન સામે ટેસ્ટ સીરીઝમાં રમી શક્યા નહોતા.

વર્ષ ૨૦૧૫ માં ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ ૨૨ વર્ષના કુશલ મેન્ડીસને કુમાર સંગાકારા અને મહિલા જયવર્ધનેની નિવૃત્તિ બાદ શ્રીલંકા માટે બેટ્સમેનમાં સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા.

કુશલ મેન્ડીસ પોતાની ડેબ્યુ બાદ સતત ૨૨ મેચ રમ્યા બાદ ટેસ્ટથી બહાર થયા છે.

શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ ની આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

ટીમ બુધવારે ભારત માટે રવાના થશે. ટીમની સાથે-સાથે કોચનું પણ એલાન કરી દેવામાં આવ્યું છે. પોતાની બેટિંગથી ટેસ્ટ ક્રિકેટના શાનદાર બેટ્સમેનોમાં પ્રખ્યાત થિલાન સમરવીરાને ત્રણ વર્ષ માટે ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

ટીમ આ પ્રકારે છે : દિનેશ ચાંદીમલ (કેપ્ટન), દિમુથ કરૂણારત્ને, ધનંજય ડી સિલ્વા, સાદીરા સમરાવિક્રેમા, એન્જેલો મેથ્યુઝ, લાહિરુ થીરીમાને, રંગના હેરાથ, સૂરંગા લકમલ, દિલરુવાન પરેરા, લાહિરુ ગામાગે, લક્ષણ સંદાકન, વિશ્વા ફર્નાંડો, દાસુન શનાકા, નિરોશન ડિકવેલા અને રોશન સિલ્વા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.