આયર્લેન્ડ સામેના પ્રેક્ટિસ  મેચમાં શ્રીલંકા 70 રને જીત્યું

જીત સાથે શ્રીલંકાની ટીમ સુપર 12માં  પહોંચી

ટી-20 વિશ્વ કપ માં હાલ પ્રેક્ટિસ મેચ શરૂ છે ત્યારે  સુપર બારમાં પહોંચવા માટે શ્રીલંકા નો મુકાબલો આયર્લેન્ડ સામે જોવા મળ્યો હતો જેમાં શ્રીલંકાએ આયર્લેન્ડ સામે ચાર રને વિજય હાંસલ કરી તો બારમા પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટોસ જીતી આયર્લેન્ડની ટીમ એ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં 20 ઓવરના અંતે શ્રીલંકાની ટીમ ૭ વિકેટ ગુમાવી ૧૭૧ રન કરી શકી હતી.

શ્રીલંકા તરફથી ઓપનર નિસનકા અને હસરંગાએ અડધી સદી ફટકારી હતી. સામે આયર્લેન્ડના બોલર કાલે ચાર વિકેટ ઝડપી હતી. ૧૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ માત્ર ૧૦૧ રન જ બનાવી શકી હતી. જેમાં શ્રીલંકા તરફથી થિકસનાએ 3 વિકેટ ઝડપી હતી. આયર્લેન્ડ સામેના વિજય બાદ શ્રીલંકાની ટીમ સુપર બારમા સ્થાન પ્રાપ્ત કર્યું છે.