ભરૂચના હરામીના હરામીવેળા: ધર્મ પરિવર્તન રેકેટમાં હવાલાથી ભંડોળ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યાનો ઘટસ્ફોટ

અલ-ફલા ટ્રસ્ટમાં હવાલાના માધ્યમથી રૂ. ૫૭ કરોડના નાણાંકીય વ્યવહારો થયાનું ખુલ્યું: તપાસનો ધમધમાટ

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ધર્મ પરિવર્તન મામલે ઉત્તરપ્રદેશ એટીએસએ ભરૂચના એક હરામીની ધરપકડ કરી છે. વિદેશથી વટલાવેલી પ્રથ માટે આવતા ભંડોળ મામલે એટીએસએ આ શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇસ્લામિક દવાહ સંગઠનના વડા ઉંમર ગૌતમ દ્વારા ચલાવવામાં આવતા ધર્મ પરિવર્તનના રેકેટના પર્દાફાશ બાદ એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યના ભરૂચ જિલ્લામાં ચાલતા અલ-ફલા ટ્રસ્ટ વિદેશી ભંડોળ મેળવી દેશના ૧૮ રાજ્યોમાં પહોંચાડવામાં મુખ્ય કડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે ટ્રસ્ટના સંચાલક અબ્દુલ્લાહ ફેફડેવાલાની ધરપકડ કરવામાં આવી છે.

આ શખ્સ છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનના રેકેટ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે લોભ અને લાલચ આપીને અનેક લોકોના ધર્મ પરિવર્તન કરાયાં હોય તેવી પ્રબળ શકયતા છે. જેના પરિપેક્ષમાં જોવામાં આવે તો રાજ્યમાં ધર્મ પરિવર્તન વિરોધી કાયદાના અમલવારીની તાતી જરૂરિયાત છે.

ઉત્તરપ્રદેશ એટીએસના આઈ.જી. ગજેન્દ્ર ગોસ્વામીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, અલ-ફલા ટ્રસ્ટને હવાલાના માધ્યમથી રૂ. ૫૭ કરોડ મળ્યા છે જે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. આ વ્યવહારો અંગેની તમામ વિગતો પણ એકત્ર કરાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તમામ વ્યવહારો તેમજ યુકે સ્થિત ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો અંગે પણ તપાસ કરાઈ  રહી છે.

મળતી વિગતો મુજબ અબ્દુલ્લા વર્ષ ૨૦૦૨માં ગૌતમના સહયોગી સલાહુદ્દીન જૈનુદ્દીન દ્વારા ઉમર ગૌતમના સંપર્કમાં આવ્યો હતો.બાદમાં ત્રણેયે સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ઉમર ગૌતમ અને જૈનુદ્દીન હાલ ધર્મ પરિવર્તનના કેસમાં વડોદરા પોલીસના સાત દિવસના રિમાન્ડ હેઠળ છે.

એટીએસના સૂત્રોએ જણાવ્યું છે કે, અબ્દુલ્લા પાસે યુનાઇટેડ કિંગડમની નાગરિકતા છે.  તેના સહયોગીઓ, દુબઈના મુસ્તફા શેખ અને મુંબઈના ઈમરાને કથિત રીતે અલ-ફલા ટ્રસ્ટમાં નાણાંકીય વ્યવહારો કર્યા છે.

એટીએસના અધિકારીઓએ જણાવ્યું છે કે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓને રૂ. ૫૭ કરોડ રૂપિયાના વ્યવહારના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે, ગેરકાયદે ધર્મ પરિવર્તનનું રેકેટ ૨૪ રાજ્યોમાં સક્રિય હતું અને અત્યાર સુધીમાં ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.