Abtak Media Google News

મૃતકોમાં મોટાભાગના સગીર વયના: ૧૫૦થી વધુને ઈજા

શ્રીનગરની પેટા ચૂંટણીમાં લોહિયાળ ઘટનાઓ બનતા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળ વચ્ચેની અડામણમાં ૮ પ્રદર્શનકારીઓના મોત યા છે જયારે ૧૫૦ લોકો તેમજ સુરક્ષાદળના જવાનોને ઈજા પહોંચી છે. પ્રદર્શનના કારણે મતદાનમાં પણ ઘટાડો થયો હતો અને માત્ર ૭.૪૫ ટકા મતદાન યું હતું. ૨૦૧૪માં થયેલા ૨૫.૯ ટકા મતદાનનો રેકોર્ડ તોડીને થયેલું આ સૌથી ઓછુ મતદાન છે.

સુરક્ષાદળો સો યેલી અડામણમાં પ્રદર્શનકારીઓએ મતદાન કેન્દ્ર ઉપર હુમલો કર્યો હતો. જેમાં પેટ્રોલ બોમ્બનો ઉપયોગ પણ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. બડગામ જિલ્લામાં સુરક્ષાદળોએ કરેલી કાર્યવાહીમાં છ યુવાનોના ગોળી વાગતા મોત થયા હતા. જેમાંથી મોટાભાગના સગીર હતા.

આ ઉપરાંત વુરા, બિરવા, દલવાન વગેરેમાં પણ પોલીસ અને સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓએ વિખેરવા માટે ફાયરીંગ કર્યું હતું. શ્રીનગરની પેટા ચૂંટણીમાં યેલા તોફાનોમાં કેટલાય વાહનોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. તોફાનો બાદ થયેલી નેશનલ કોન્ફરન્સમાં ફારૂક અબ્દુલાએ કહ્યું હતું કે, શાસક પક્ષના કારણે આ હિંસાઓ થઈ રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે વી જોઈએ જેમાં લોકો શાંત વાતાવરણમાં આવીને મત આપી શકે અને જઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.