Abtak Media Google News

યુનિવર્સિટી પોલીસે મોડી રાત્રીના વિદેશી દારૂ ભરેલા આઇસર સહિત કુલ રૂ. ૨૬.૪૭ લાખનો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલા ગણેશનગરના શખ્સની શોધખોળ આદરી

નવા ૧પ૦ ફુટ રીંગરોડ પર જામનગર રોડથી કાલાવડ રોડ તરફના રસ્તે એસ.આર.પી. કેમ્પ પાસે યુનિવર્સિટી પોલીસે મોડીરાત્રીના ના ચોકકસ બાતમીના આધારે રૂ ૧૫ લાખના વિદેશી દારુ ભરેલા આઇસર ટ્રક સાથે ડ્રાઇવર અને બાઇક પર દારુ ભરેલા આઇસરનું પાયલોટીંગ કરતા બે બુટલેગરને ઝડપી લઇ કુલ રૂ ૨૬.૪૭ લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસને મળેલ ચોકકસ બાતીમના આધારે પી.આઇ. એ.એલ. આચાર્યના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. રબારી, એ.એસ.આઇ ડી.વી. બાલાસરા, એચ.એન. રાયજાદા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ, મહિપાલસિંહ, રાજેશભાઇ, હરિપાલસિંહસહીતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોકકસ બાતમીના આધારે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ પાસે વોચ ગોઠવી હતી.

Srp-Near-The-Camp,-There-Were-Three-Lanes-With-A-Truckload-Of-Foreign-Lacquer-Worth-Rs-15-Lakh
srp-near-the-camp,-there-were-three-lanes-with-a-truckload-of-foreign-lacquer-worth-rs-15-lakh

તે દરમ્યાન મોડીરાત્રીના અવધ રોડ એવીગ્રીનસ પાર્ટી પ્લોટ પાછળ રહેતા યાસીન નજીર મલેક તથા પીરવાડી પાસે ગણેશનગર ગોંડલ રોડ પર રહેતા હનીફ ઇસ્માલ ત્રકવાડીયા નામના બન્ને શખ્સો બાઇ પર આઇસર ટ્રક નંબર એમ.એ ૧૩ આર ૪૮૪૪ લઇ નીકળતા પોલીસે પાયલોટીંગ કરતા બન્ને શખ્સોએ દબોચી લઇ આઇસરને અટકાવી  તલાસી લેતા તેમાંથી રૂ ૧૫,૫૭,૦૦૦ નો વિદેશી દારુની બોટલ નં. ૩૯૬૦ મળી આવતા ડ્રાઇવર સુરેશ દેશમા  નામના રાજસ્થાની શખ્સ સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી આઇસર સહીત કુલ રૂ ૨૬,૪૭,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. વિદેશી દારુનો જથ્થો ગોંડલ રોડ પર ગણેશનગરમાં રહેતો વસીમ માથુપોત્રાએ મંગાવ્યો હોવાનું અને ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સુરેશ અગાઉ કુવાડવા રોડ પોલીસમાં દારુના ગુનામાં પકડાયો હતો. જયારે પાયલોટીંગ કરતા હનીફ અગાઉ ૪૦૦ પેટી વિદેશી દારુ સાથે લોધીકા પોલીસમાં અગાઉ પકડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.