Abtak Media Google News

બાળકી આયુસીની કોરોનાની સારવાર જોઈ માતા નિતાબેન ડોબરીયા ભાવવિભોર

રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દરેક કોરોના દર્દીઓના આરોગ્યની સંભાળ એક માતાની મમતાની જેમ આવી રહ્યો છે. રાજકોટ સિવિલમાં બાળકી આયુશીની કોરોના સારવાર જોઈ માતા નિતાબેન ડોબરીયા ભાવવિભોર થયા હતા.

જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા નિતાબેન ભાવેશભાઈ ડોબરીયાની નાની બાળકી આયુશીની ઝાડા અને ઉલ્ટીની સારવાર ખાનગી હોસ્પિટલમાંચાલુ હોવા છતાં કોરોના આવતા તેની બાળકીને સિવિલ હોસ્પિટલ પર ભરોસો મૂકી ત્વરિત ખસેડાવી હિંમત અને ઝિંદાદીલીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આત્મસંતોષ સાથે વાત કરતા આયુશીનીમાતા નિતાબેન જણાવે છે, મારી દિકરી આયુશીને ઝાડા અને ઉલ્ટી થતા હતા. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હતી. જ્યાં તેને સારવાર માટે તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવી હતી.જેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવતા તેને અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. અહીંયા તેને એક્સપર્ટ ડોક્ટરો દ્વારા અપાતી નિયમિત સારવાર, સવારના વિવિધ પ્રકારનો નાસ્તો, બે ટાઈમ સમયસર ભોજન, દરરોજ બેડશીટ અને ઓશિકાના કવર પણ બદલી આપવામાં આવે છે. આમ તમામ પ્રકારની ઉત્તકૃષ્ઠ સુવિધા દર્દીઓને આપવામાં આવે છે. આમ, જોવા જઈએ તો રાજકોટ સિવીલ હોસ્પિટલનો સ્ટાફ દરેક દર્દીના આરોગ્યની સંભાળમાતાની મમતાનીજેમ રાખી રહ્યો હોવાનુ આયુસીના મમ્મી નિતાબેન જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.