Abtak Media Google News

પત્રકારત્વ ભવનમાં અભ્યાસક્રમ વર્ષ 2021-22માં ઓનલાઇનમાં ફોર્મ ન ભરી શકનાર ભવનમાં રૂબરૂ આવીને એડમીશન ફોર્મ ભરી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં પત્રકારત્વનો પી.જી.ડી.એમ.સી. અને એમ.જે.એમ.સી. અભ્યાસક્રમ ચાલી રહયો છે. જેમાં એડમિશન મેળવવા માંગતા વિધાર્થીઓ ભવન પર આવીને રૂબરૂ ફોર્મ ભરી શકશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહયો છે. જેમાં અત્યારે P.G.D.M.C. (પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન) અને M.J.M.C. માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન) એમ એક-એક વર્ષના બે કોર્ષ ચાલે છે.

પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઇને તમામ સઘળા પાસાઓની થિયરકલ તથા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. કોઇપણ વિષયમાં સ્નાતક એટલે ગ્રેજયુએશન પૂર્ણ કરનાર વિધાર્થી P.G.D.M.C કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે તથા P.G.D.M.C નો કોર્સ કરેલા વિધાર્થીઓ એક વર્ષમાં જ  M.J.M.C. ની ડિગ્રી મેળવી શકે છે. પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય એવા વિધાર્થીઓ પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર રુબરુ આવીને એડમીશન મેળવી શકશે. તથા વધુ માહિતી માટે ફોન નં. 0281 2586418 પર સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.