Abtak Media Google News

આઈએએસ-આઈપીએસ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઉજળી તક

ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે: ફોર્મ ભરવાની છેલ્લી તા.20 મે: પ્રવેશ પરીક્ષાની અંદાજીત તારીખ 4 જૂન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ IAS / IPS  બની ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુથી વર્ષ 2019 થી SU-JIO UPSC   ભવન શરૂ કરવામા આવેલ છે. આ SU-JIO UPSC ભવન અંતર્ગત ત્રણ વર્ષમાં કુલ 13

વિદ્યાર્થીઓએ UPSC  પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીએ UPSC  ઈન્ટરવ્યુ સુધી પહોચી આગળ વધેલ છે.અને હાલ GPSC  અંતર્ગત કુલ 39 થી વધુ વિદ્યાર્થીઓ CLASS – 1 / CLASS – 2 અધિકારી તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા આપી રહ્યા છે .

આ SU-JIO UPS BHAVAN, JIO (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ) ના સંસ્થાપક જૈન મહારાજ સાહેબ પ. પૂ . નયનપદ્મસાગર મહારાજ અને પ . પુ . મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન પ્રયત્નોથી વર્ષ -2019 થી શરૂ કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSC  નું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (જીયો) તરફથી દિલ્હીથી UPSC  ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે . આ SU – JIO UPSC BHAVAN નો ઉદેશ્ય એજ છે કે , સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC  ની પરીક્ષા પાસ કરી IAS / IPS જેવા શ્રેષ્ઠ હોદ્દાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે , બસ આ જ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે.

આ કોચિંગ વિદ્યાર્થી માટે સંપૂર્ણ નિ : શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ( જીયો ) દ્વારા સયુક્તપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસેલીટી મળે તે હેતુથી આ ભવન શરૂ કરવામાં આવેલ છે .

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ SU – JIO UPSC CENTR ખાતે વર્ષ 2023-24 અંતર્ગત UPSC  પરીક્ષાની પૂર્વ તાલીમ મેળવવા માટે નવી બેચ શરૂ થનાર છે . આ બેચ અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે SU – JIO UPSC CENTR ભવન પ્રવેશ પરીક્ષા માટે આમંત્રણ આપે છે . આ પ્રવેશ પરીક્ષા 200 માર્કસની રહેશે જેમાં ઉત્તિર્ણ થયા બાદ ઈન્ટરવ્યું લઇ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.

આ પ્રવેશ પરીક્ષા સ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ હોય અથવા  તો તેનાથી ઉપરા કોઈપણ  અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.

જે વિદ્યાથીઓ આ પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓએ જઞઉંઈંઘ UPSC  ઇઇંઅટઅગ ની વેબસાઈટ WWW.SUJIOUPSC.INપર તા : 17થી તા: 20મે , સાંજ ના 05:00 કલાક સુધીમાં ઓનલાઈન ફોર્મ ભારવાનું રહેશે . સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સ્નાતકના છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ હોઈ અથવા તેમની ઉપરના કોઈપણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને UPSC  ની પ્રિલિમ્સ , મેઈન્સ તથા ઈન્ટરવ્યું માટે પૂર્વ પરીક્ષા તાલિમ મેળવવાની ઈચ્છા હોય તેઓ ઉપરની લિંક પર જઈ ને પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકે છે.

આ પ્રવેશ પરીક્ષા વિશેની વધુ માહિતી ભવનની વેબસાઈટ WWW.SUJIOUPSC.IN ઉપરથી મેળવી શકાશે.

આ સેન્ટરમાં વિદ્યાર્થીઓને વાંચવા માટે પુસ્તકાલયની પણ ખુબજ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે , જે વિદ્યાર્થીઓ માટે દરરોજ સતત 14 કલાક કાર્યરત રહે છે.

આ SU – JIO UPSC BHAVAN ને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન . કુલપતિ  ડો . ગિરીશભાઈ ભીમાણી અને માનદ્ કો – ઓર્ડીનેટર ડો . મેહુલભાઈ રૂપાણી , કો – કો.ઓર્ડીનેટર  નીલેશભાઈ સોની તથા કો કો.ઓર્ડીનેટર ડો . નીકેશભાઈ શાહ તથા દિલ્હીથી જીયોના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર  સંજયભાઈ સંખલેચા , રાજકોટ જીયોના ચેરમેન   ચંદ્રકાન્તભાઈ શેઠ અને ગુજરાત જીયોના ચેરમેન રાજુભાઈ શાહ , સેન્ટર ઇન્ચાર્જ   શ્રેણિકભાઈ રામણી તથા એડમિન  કૌશિકભાઈ ચુડાસમા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.