Abtak Media Google News

શ્રાવણ માસનાં પ્રારંભે જાણીએ શિવપૂજનનો મહિમા, શા માટે શિવ પૂજનીય ?

વિશ્રામસ્થાનમેકમ શીડ સ્વપ્ને: અનંત પાપોથી ત્રસ્ત જીવને જયાં વિશ્રામ મળે એ શિવ: શ્રાવણનાં પવિત્ર દિવસોમાં શિવાલયોમાં ઠેર-ઠેર ગુંજશે શિવભકિતના નાદ: ભાવિકો શિવાલયોમાં ઉમટશે

શિવ શબ્દમાં જ સફળ સંસારની સુખાકારી સમાયેલી છે. શિવ એટલે કલ્યાણ સદા સર્વદા સર્વેનું કલ્યાણ કરે એનું નામ શિવ. શિવનો બીજો અર્થ થાય જેને સર્વ ચાહે છે, તે શિવ સર્વે આનંદ, પરમ-આનંદ ચાહે છે. અંત: શિવ એટલે પરમ આનંદ અને જયાં આનંદ છે ત્યાં શાંતિ છે અને જયાં શાંતિ છે ત્યાં દરેક વસ્તુ અને કાર્ય મંગલમય છે. એટલે શિવનો સ્વભાવિક અર્થ પરમ મંગલકારી, કલ્યાણકારી થયો. શિવને આપણે શંકર કહીએ છીએ. શ એટલે આનંદ અને કર એટલે કરવાવાળા, શિવ એના ભકતોની ભુલો પર કદી ક્રોધ ન કરતાં તેનું સદા સર્વદા ભલુ કરે છે એટલે પણ શિવ છે.

Advertisement

જેને વિદ્યા કે માયા ન સ્પર્શી શકે જે દિગંબર છે. સહારક શકિતનાં હોવા છતાં ભોળા છે જે વ્યાત્પ હોવા છતાં અવ્યાત્પ છે. ભુત માત્રનાં અધિપતિ છે જેમનો સંસાર સ્મશાનવત છે. મોહ, માયા જેની મુઠ્ઠીમાં છે જે અજન્મા હોવા છતાં ત્રિવિધ બંધનમાં કેદ છે. એટલે જ એક યા બીજી રીતે માયાનાં બંધનથી બંધાયેલા ઉપાસકોને ઉગારે છે, તારે છે, શિવનાં જેઓ સાચા ઉપાસકો છે તેઓએ સંસારને સ્મશાનવત યાને ભસ્મ‚પ માનવો જોઈએ. મહાદેવ ભસ્મ ધારણ કરનારા છે. જેને બીજા અર્થમાં વિભૂતિ કહેવાય તેનો અર્થ ઐશ્ર્વર્ય પણ થાય જેની પાસે આવી વિભૂતિ (સમજ)‚પી ઐશ્ર્વર્ય છે, તેની પાસે સર્વસ્વ છે જેને જગતની રક્ષા અને પ્રલયકર્તા સર્વેશ્ર્વરનું સંરક્ષણ છે તેને કશી ચિંતા રહેતી નથી. ચિંતાનું કોઈ કારણ રહેતું નથી. કારણનાં મારણનું તેને શરણ છે.

તેમનું વાહન વૃષભ છે.નંદી ધર્મનું પણ પ્રતિક છે. સત્ય જ સાચો ધર્મ છે. સત્ય બોલવું, સત્ય વ્યવહાર કરવો, સત્ય આચરવું, ટુંકમાં સત્ય જેવો એક પણ ધર્મ નથી. ધર્મનાં ચાર પગ કહેવાય છે. સત્ય, તપ, દયા અને દાન કહેવાય છે. સતયુગમાં સત્યનો પ્રભાવ હતો. દ્વાપરમાં તપનો, ત્રેતામાં ધ્યાનો અને હાલ કલિયુગમાં દાનનો પ્રભાવ છે. ધર્મ, ધુરંધર, ધરણીધર ભગવાન સદાશિવ ધર્મ‚પ નંદી ઉપર બિરાજમાન છે. નંદીનાં ત્રણ પગ વળેલા છે. એક ચરણ ઉચું છે, મતલબ દાનનું ચરણ ઉચું છે. કોઈને આપો, કોઈનાં દુ:ખ કાપો તો દયાનિધિ રીજે વરનાં ખીજે.

અન્ય અર્થમાં જોઈએ તો બુદ્ધિ વૃષભ જેવી છે. બુદ્ધિનું કાર્ય શંકા-કુશંકા કરવી. આપણા દરેક ઉપર બુદ્ધિ સવાર છે. જયારે મહાદેવ બુદ્ધિ ઉપર સવાર છે એટલે કે બુદ્ધિથી પર છે. આ વૃષભ‚પી બુદ્ધિ ઉપર આ‚ઢ થવાથી બુદ્ધિ અવ્યભિચારીણી બને છે અને પરિણામે તેનાં પ્યારા મન સુધી પહોંચાય છે. મનને જીતાય છે જે મનને જીતે, કાબુમાં લે તે નિશ્ર્ચિત લક્ષ સ્થાને પહોંચે. રાગ, દ્વેષ, ક્રોધ વગેરે અર્પ છે. બીજા અર્થમાં સાપ‚પી પ્રવૃતિવાળા જીવોને પણ તેઓ અપનાવે છે તેમને વશમાં રાખી તેમનું ધાર્યું કામ કરાવે છે તેમનાં હાથમાં ત્રિશુલ છે. ત્રિશુલનાં ત્રણ પાંખીયા છે જેનો અર્થ છે, જ્ઞાન, વૈરાગ્ય અને શાંતિ. બીજા અર્થમાં સત્વ, રજ અને તમ, સ્થળ, સુક્ષ્મ અને કારણ નામક દેહમયને શિવજી અંકુશમાં રાખે છે માટે તેઓ ત્રિશુળધારી છે. તેઓ દેશ અને કાળથી પર છે એટલે તેઓ મહાકાળ કહેવાય છે.

શિવ ભિક્ષુક પણ છે જેઓ માનવીનાં મનમાં ઉદભવતા દુષણો કપાયો, પોતાને અર્પણ કરવાની ભિક્ષા માંગે છે. ડમ‚ નિનાઘ્યી તેઓ સતત ઉપાસકને જાગૃત રાખે છે અને મનની અવળ-ચંડાઈને નિયંત્રિત કરી એક તાલ કરે છે. ત્રીજુ નેત્ર કાળ તેમજ કામને ભસ્મ કરનારું છે. ચંદ્ર જ્ઞાનનો પ્રકાશ છે. આમ શિવતત્વએ સમસ્ત જ્ઞાનનું ધોતક છે. આ જ્ઞાનને વ્યવહારિક જીવનમાં વણી નીજી તથા સમસ્ત સમાજની ક્રાંતિકારી કાયા પલટ કરી શકાય. હવે આપણે એને એ અર્થમાં જોઈએ.

શંકર ભગવાનનાં મસ્તકમાંથી પરમ પવિત્ર ગંગા મૈયા પ્રગટે છે. અર્થાત આપણા મસ્તકમાંથી પણ પવિત્ર પાવક વિચારો પ્રગટવા જોઈએ.

જ્ઞાન ગંગાનું પ્રતિક છે જે સમસ્ત માનવ જાતિનાં કલ્યાણનો માર્ગ પ્રકાશિત કરે છે. આપણા વિચારો પણ એવા જ હોવા જોઈએ. શિવજીનાં મસ્તક ઉપર ચંદ્ર બિરાજમાન છે. ચંદ્ર એ શિતલતા, સરલતા અને શાંતિનું પ્રતિક છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શાંત રહી સરળતા અને શાંતિપૂર્વક સમસ્યાનો સામનો કરવો જોઈએ. કદી અવિવેકના ભાવને પ્રવેશવા દેવો ન જોઈએ.

શિવજીની જટા કપિલ વર્ણની કેમ ?

ભગવાન જટાશંકરે જટા ધારણ કરી બ્રહ્મચર્ય અંગીકાર કર્યો. એ પાછળ આશુતોષનો આશય પરમ કલ્યાણકારી હતો એટલે જે એ કલ્યાણનાં દેવતા કહેવાય છે. એમની લોક કલ્યાણની ભવ્ય ભાવના એ જ એમને લોક હૈયામાં લાગણીભર્યું સ્થાન આપ્યું છે. પણ એમની જટા કપિલ યાને પિતવર્ણી શા માટે ? આ અંગેની કથા એવી છે કે, દેવોનાં હિતાર્થે ભગવાન પિનાક-પાણીએ પીનાક ધનુષ ઉપાડયું, આ દરમ્યાન એવું બન્યું કે, દેવરાજ ઈન્દ્રે અચાનક આશુતોષ ઉપર વ્રજનો પ્રહાર કર્યો આ પ્રહારે પશુપતિનાથને તો કંઈ ન કરી શકયું પરંતુ એક કૌતક થયું. ભગવાન કૈલાશપતિનો કંઠ શ્યામ વર્ણો થઈ ગયો અને જટા કપિલ વર્ણી બની ગઈ. દેવતાનો અર્થ થાય જે દે એ દેવતા અને જે લે એ લેવતા. દેવતાઓને પણ જયારે અહમ્ આટો દઈ જાય છે ત્યારે વિવેક ભાન ભુલાઈ જાય છે અને ન કરવાનું થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.