Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટની વી.સીને રજુઆત

નવી શિક્ષણ નીતિમાં એમ.ફીલ રદ કરવાનો થયો છે નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિધાશાખામાં એમ.ફીલનો અભ્યાસક્રમ છેલ્લા ૩ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટની વી.સીને રજુઆત કરી છે કે શિક્ષણ વિધાશાખામાં એમ.ફિલ અભ્યાસક્રમ ફરી શરૂ કરવામાં આવે. જોકે નવી શિક્ષણ નીતિમાં એમ.ફીલ રદ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

ડો.નિદત બારોટના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એમ.એડ કોલેજોમાં અને ભવનોમાં કુલ ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એમ.એડ પૂર્ણ કરેલ છે. આ વિદ્યાર્થીઓને પીએચડી પ્રવેશ પ્રકિયા પહેલા જો એમ.ફિલ કરેલું હોય તો પીએચડીબી પ્રવેશ પરીક્ષામાં મુક્તી મળી શકે તેમ છે તેમજ અધ્યાપકની સહાયક ભરતીમાં એમ.ફિલ માટે ૫ ગુણ મેરીટમાં ઉમેરાય છે જેથી શિક્ષણ વિધાશાખામાં એમ.ફિલ અભ્યાસક્રમ ફરી શરૂ કરવો અતિ આવશ્યક છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષથી એમ.ફીલનો અભ્યાસક્રમ શિક્ષણ વિધાશાખામાં ચલાવવાની મંજૂરી આપવામાં આવે અને અભ્યાસક્રમનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકટ મુજબ યુનિવર્સિટીમાં ચલાવી શકાય અથવા જરૂર પડ્યે એકેડેમીક સ્ટાફ કોલેજનો ઉપયોગ પણ કરી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બી.એડ કોલેજોમા પીએચડી કરેલા હોય તેવા ૨૦થી વધુ અધ્યાપકો કાર્યરત કગે આ અધ્યાપકોનો ઉપયોગ કરી એમ.ફિલ શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.