Abtak Media Google News

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજીની નાયડુ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટમાં ગુજરાત ગેસ લિ.ના સહયોગથી બનાવવામાં આવેલ સ્માર્ટ ક્લાસનો આજે તા.૨૯/૦૨/૨૨૦ના રોજ શુભારંભ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ મનીષભાઈ રાડીયા, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન પ્રીતિબેન પનારા, હાઉસીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, પ્લાનિંગ સમિતિ ચેરમેન અનીતાબેન ગૌસ્વામી,  કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા,  દેવુબેન જાદવ, દુર્ગાબા જાડેજા, શિક્ષણ સમિતિના સદસ્ય મુકેશભાઈ મહેતા તથા કિરણબેન માંકડિયા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, શામજીભાઈ ચાવડા, વીર સાવરકર સ્કુલના આચાર્ય હિતેશભાઈ ચાવડા, એકનાથ રાનડે સ્કુલના આચાર્ય આશિષભાઈ પાઠક, શેઠ હાઈસ્કુલના આચાર્ય તુષારભાઈ પંડ્યા, મુરલીધર વિદ્યાલયના આચાર્ય હંસાબેન આહ્યા વિગેરે ઉપસ્થિત રહેલ.

Vlcsnap 2020 02 29 06H47M55S314

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી  અંજલીબેન રૂપાણીએ  સરોજીની નાયડુ હાઈસ્કુલના છ ક્લાસમાં મુકવામાં આવેલ અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ બદલ રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત ગેસને અભિનંદન પાઠવતા પોતાના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, આ સ્માર્ટ ક્લાસ જોતા એવું લાગે છે કે આપણે તો જાણે કે ભણ્યા જ નથી. આ સ્માર્ટ ક્લાસ ખરેખર મહિલા સશક્તિકરણ દિશામાં આ એક મોટું પગલું ગણી શકાય. આ એક આવકારદાયક અને સ્તુતીય પગલું છે.  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પણ ટેકનોલોજીનો પુરતો ઉપયોગ કરે છે. તેઓ પોતાની ઓફીસમાં મુકવામાં આવેલ મોર્ડન ટેકનોલોજી આધારિત ડેસબોર્ડની સિસ્ટમથી રાજ્યના દરેક વિભાગો પર નજર રાખી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચોક્કસ કેટેગરીના છાત્રોને દર મહિને જે રૂ.૧૨૦૦ની સહાય મળતી હતી તે હવે રૂ.૧૫૦૦ કરવામાં આવી છે. સાથોસાથ છાત્રોની સાયકલ ખરીદવા અને શિક્ષણ માટે વિદેશ જવા માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનુ સ્તર ખુબ જ ઉચું આવે તે દિશામાં કામ કરી રહી છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જુદી જુદી સ્કુલોમાં આધુનિકતા તરફ કાર્યવાહી કરી રહી છે. આ સ્માર્ટ ક્લાસમાં દરેક કલાસરૂમમાં ૭૫ ઈંચનું સ્માર્ટ ટીવી, દરેક સ્માર્ટ ટીવીમાં ઇન્ટીગ્રેટેડ પર્સનલ કોમ્પ્યુટર, દરેક ક્લાસરૂમમાં ઈન્ટરનેટની સુવિધા, વાઈફાઈ એક્સેસ પોઈન્ટ, ઈન્ટરનેટ કનેક્શન ફાયરવોલની સુરક્ષા સાથે તેમજ માઈક્રોફોન સ્પીકર, દરેક ક્લાસરૂમમાં ડોક્યુમેન્ટ કેમેરા, ૮ એમ.બી.પી.એસ. હાઈ સ્પીડનું ઇન્ટરનેટ કનેક્શન તથા ડીજીટલ ટચ સ્ક્રીન સ્માર્ટ બોર્ડ, તેમજ ડોક્યુમેન્ટ કેમેરા વડે સ્કેનીંગ સુવિધા, લેટેસ્ટ એજ્યુકેશનલ સોફ્ટવેરની સુવિધા સાથે એજ્યુકેશનલ વિડીયોના માધ્યમથી ગણિત-વિજ્ઞાનનું અસરકારક શિક્ષણ, મોબાઈલ કનેકટ કરી વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધા દરેક સ્માર્ટ ક્લાસમાં રહેશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડેપ્યુટી કમિશનર સિંઘ સાહેબએ કરેલ તથા પુસ્તક તથા ખાદીના રૂમાલથી સ્વાગત માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા તથા કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ કરેલ. કાર્યક્રમનું સંચાનલ દિપ્તીબેન અગરિયાએ કરેલ. કાર્યક્રમની આભારવિધિ માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયાએ કરેલ.બિનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આજે સરોજીની નાયક ગર્લ્સ હાઈસ્કુલ કોર્પોેરેટરથી સંચાલિત છે ત્યારે આ સકૂલમાં સકમાર્ટ બોર્ડ, સ્માર્ટ કલાસ સાથે અભ્યાસ થઈ શકો  એવી ટેકનોલોજીની સ્માર્ટ કલાસની શરૂઆત કીર છે. ખાસ કરીને પહેલા તો જીએસપીસીના ખુબ ખુબ અભિનંદન આપુ છું. કે રાજકોટ શહેરમાં દિકરીઓ માટે આજે આ સ્માર્ટ કલાસની લાભ આપ્યો છે.ગુજરાત ભરમાં મુખ્યમંત્રી એ પણ સરકારના નવા બજેટમાં આજે સ્માર્ટ કલાસનું બજેટ રાખેલ છે. અને નવિટેકનોલોજીની ત્યાંજ બેસી સ્ટોર સુધી નજીક આવી ગયા છે રાજકોટમાં પણ ધસી એજન્સીઓ તથા ટ્રસ્ટ દ્વારા સ્માર્ટ બોર્ડની શરૂઆત કરી દીધી હતી. આજે એક સાથે ૬ જેટલા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.