Abtak Media Google News

નંદની વાળની માવજત માટે દરરોજ ફુટ અને સાદો ખોરાક લે છે:તેની બહેનપણીને તેના વાળની ઈર્ષા થાય છે.તો બે સખીઓએ તેના ઝુલ્ફોને જોઈને કેશ વધારવાનું શરૂ કર્યું. પરિવારનાં સુંદર સહયોગથી નંદની પોતાનો શોખ પૂર્ણ કર્યો છે.

શરીરની તંદુરસ્તી, ચહેરાની માવજત, વસ્ત્રોની પસંદગી સાથે આજનો યુવાવર્ગ હેરસ્ટાઈલ કે વાળ માટે ઘણોજ જાગૃત થયો છે.પવર્તમાન સંજોગોમાં જંકફુડ લાઈફસ્ટાઈલને કારણે સફેદવાળ, ખરતાવાળ જેવી વિવિધ સમસ્યાથી યુવકો સાથે યુવતીઓ વધુ પરેશાન છે વાળની માવજત કરવા છતાં મુશ્કેલી દુર થતી નથી.

Advertisement

રાજકોટમાં રહેતા નંદની હરેશભાઈ કલોલા કે જે સર્વોદય શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરી રહ્યા છે.આજના યુવાધનને વાળની સમસ્યા છે તે આનંદનીને નડતી નથી. કારણકે નંદનીને છે લાંબા…કાળા… ઘટાદાર…સાડાચાર ફુટ લાંબા વાળ!!

૫ મી માર્ચથી બોર્ડની ધો.૧૦ની પરિક્ષા આપનાર નંદનીનું વજન ૪૪ કિલોને હાઈટ ૫.૪ છે તેમને બચપણથી લાંબા વાળનો શોખ હતો. આજ સુધી કયારેય તેને હેરકટ નથી કરાવ્યા તેથી આજે તેના વાળ સાડાચાર ફુટ લાંબા છે!!

નંદની કલોલ, પોતાના વાળની જાળવણી તકેદારી માટે તેલ, શેમ્પુ સાથે ખોરાકમાં પણ કાળજી લે છે.તે નિયમિત ઋતુ પ્રમાણેનાં ફુટ તેમજ સાદો ખોરાક લે છે. સ્કુલે ચોટલો વાળી જતી નંદનીને લાંબા વાળને કારણે કંઈદ મુશ્કેલી પડતી ન હોવાનું જણાવે છે લાં…બા વાળ હોવા છતા સાદગી સાથે આનંદ ઉલ્લાસથઈ સ્ટુડન્ટ લાઈફ માણે છે.!!

નંદની કલોલાની બધીજ સખીયો તેનાં લાંબા કાળા વાળની ઈર્ષા કરે છે.એને જોઈને બે બહેનપણી પણ લાંબા વાળ રાખવાનું શરૂ કર્યુ છે. નંદની કહે છે.લાંબા વાળને કારણે ઘુંચ કે ખરવાની સમસ્યા રહે છે પણ મારે આવુ થતું નથી હું મારી મેનેજ કરૂ છું.

નંદનીનાં પિતા હરેશભાઈ ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના છેલ્લા ૨૦ વર્ષથી ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે.તેઓને પુત્રીના વાળ ગમે છે. તેની માવજતમાં પ્રોત્સાહન આપે છે તો મમ્મી નીતાબેન પણ તેલ નાખી આપે છે.તેવોને પણ પુત્રીને તૈયાર કરવા મળે દરરોજ અડધી કલાક બગડે છે.

નંદની કલોલા જયારે પરિવાર કે સગા-સ્નેહીનાં લગ્ન પ્રસંગે જાય ત્યારે બધા ચર્ચા કરીને ઝુલ્ફોના વખાણ કરે છે. બધાજ નંદનીને તુ શુ ખોરાક લે છે.? વાળ માટે શુ કરે છે? તેવા સવાલો પુછે છે.પરિવારની લાડકી નંદનીને દાદા-દાદીનું સૌથી વધુ પ્રોત્સાહન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.