Abtak Media Google News

ગુજરાતમાં ૨૨ થી વધુ આઉટલેટસ અને શેકની દુનિયામાં અકલ્પનીય પ્રસિદ્ધિનો શ્રેય રાજકોટવાસીઓને આભારી: સુનીલભાઈ ચેલાણી

૨૦૦૮માં સુનીલભાઈ એ જે ભૂમિ પરથી સંતુષ્ટિ થકી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, રાજકોટની સ્વાદ રસિક જનતાને અવનવા શેક પીરસી દુનિયામાં નામના મેળવી, તે જ સ્થળ એટલે કે ડો.યાજ્ઞિક રોડ પરની જાગનાથ પોલીસ ચોકીની સામે ફરી એકવાર રાજકોટની જનતા પ્રેમ, હુંફ અને સમર્થનનું ઋણ ચુકવવા માટે આગામી તા.૧૯મી મેને રવિવારનાં રોજ સંતુષ્ટિનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

Advertisement

આ તકે સંતુષ્ટિના સ્થાપક સુનીલભાઈએ રાજકોટવાસીઓને જાહેર આમંત્રણ પાઠવી અબતક સાથેની વાતમાં ગર્વભેર જણાવ્યું હતું કે, ઉચ્ચ ગુણવતા, પૈસાનું પુરું વળતર અને વૈવિઘ્યપૂર્ણતા માટે વખણાતી સૌની સંતુષ્ટિ આ વખતે માત્ર શેક જ નહિ પરંતુ રાજકોટની જનતાને ૨૬થી વધુ અવનવી પ્રોડકટસ પીરસશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરતીએ અનેક રત્નોને જન્મ આપ્યો છે અને અનેકને ઝીરોમાંથી હીરો બનાવ્યા છે. આ જ રાજકોટના લોકોના સહયોગથી આજે રાજકોટનું પોતીકું સુનીલભાઈનું સંતુષ્ટિ વિશ્ર્વ પ્રસિઘ્ધ બ્રાન્ડ બની ગયું છે. જે બદલ સુનીલભાઈએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે સંતુષ્ટિની તમામ સફળતાનો શ્રેય રાજકોટને જાય છે, એટલા માટે જ આ શહેરનું ઋણ ચુકવવા અમે ફરી એકવાર સંતુષ્ટિ તેની જૂની અને જાણીતી જગ્યા પર શરૂ કરી રહ્યા છીએ ત્યારે છાતી ગર્વથી ગજ ગજ ફૂલે છે.

રાજકોટે સુનીલભાઈને આપેલ અપાર સ્નેહ થકી હાલમાં ગુજરાતમાં ૨૨ આઉટલેટ ધરાવતું સંતુષ્ટિ આગામી બે વર્ષની અંદર ગુજરાતમાં ૯૦ થી વધુ અને ભારતભરમાં ૨૦૦થી વધુ આઉટલેટ ખોલવા જઈ રહ્યું છે. તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે ભાવનગર ખાતે વાઘાવાડી વિસ્તારમાં સંતુષ્ટિના નવા આઉટલેટનો પ્રારંભ કરાયો હતો. નોંધનીય છે કે સંતુષ્ટિની ભારે લોકપ્રિયતા અને ઉચ્ચ ગુણવતાને લીધે પ્રથમ દિવસે જ ૪૦૦૦થી વધુ ભાવનગરના રહીશોએ સંતુષ્ટિની રેકોર્ડબ્રેક મુલાકાત લઈ અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો. આ આંકડો જ સંતુષ્ટિની સફળતાની ચરમસીમાની ગાથા વર્ણવે છે. સુનીલભાઈએ સંતુષ્ટિનો ગુજરાતની બહાર ડેઝર્ટીનો-એ વેન્ચર ઓફ સંતુષ્ટિના નામથી મુંબઈ ખાતે શુભારંભ કર્યો છે.

મેકિંગ લાઈફ સ્વીટરના સૂત્ર સાથે ડેઝર્ટીનો ભારતભરમાં છવાય જશે. સુનીલભાઈએ પોતાની પ્રોડકટસના સ્વાદ અને ગુણવતા પર એટલો ભરોસો છે કે તેઓએ ડેઝર્ટીનો-મુંબઈ ખાતે પસંદ ન આવે, તો પૈસા પરતની ખુલ્લી ચેલેન્જ મૂકી હતી, જેમાં હજારો મુંબઈવાસીઓની લાઈનો લાગી હતી, પરંતુ એક પણ ગ્રાહક સંતુષ્ટિ વગર જઈ નથી શકયો અને પૈસા પરત માગવાની જગ્યા પર તેઓ ડેઝર્ટીનોથી એટલા તો ખુશ થયા હતા કે તેને ઝોમાટો ઉપર મુંબઈનું સૌથી ઉંચુ રેટીંગ એટલે કે ૪.૯/૫ આપી અનહદ પ્રેમ વરસાવ્યો.

ગુજરાત બહાર આજે સંતુષ્ટિ ડેઝર્ટીનોના નામથી ધુમ મચાવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ડેઝર્ટીનોના મુંબઈ ખાતે ૭૫, પૂણેમાં ૨૩, દિલ્હીમાં ૨૫, જયપુરમાં ૧૦, કોલકાતામાં ૧૨, બેંગ્લોરમાં ૧૮, હૈદરાબાદમાં ૨૩, લુધિયાણામાં ૧૮, ઈન્દોરમાં ૧૦ એમ સમગ્ર ભારતમાં કુલ મળીને ૨૦૦થી વધુ આઉટલેટ શ‚ કરવા જઈ રહ્યું છે. એટલું જ નહીં દુબઈ, અમેરિકામાં ન્યુ જર્સી, ઓસ્ટ્રેલીયામાં મેલબોર્ન અને કેનેડામાં કેલગરી જેવા અનેક સ્થળો ખાતે સંતુષ્ટિના ડેઝર્ટીનોના આંતરરાષ્ટ્રીય આઉટલેટ શ‚ કરી સુનીલભાઈ રાજકોટને વિશ્ર્વ ફલક પર પ્રસિઘ્ધ કરવાના છે, જે રાજકોટવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત બની રહેવા પામી છે અને હજુ પણ ફૂડ ઈન્ડસ્ટ્રીના લોકો સંતુષ્ટિ સાથે જોડવા માટે સુનીલભાઈનો સતત સંપર્ક કરી રહ્યા છે.

સુનીલભાઈ સંતુષ્ટિ તેમના અથાક પ્રયત્નો અને કોઠાસુઝને કારણે ઈટલીની ૧૫૦ વર્ષ જૂની વિશ્ર્વ પ્રસિઘ્ધ ડેરી ચેરી સાથે કોલાબરેશન કરનાર ભારત વર્ષની પ્રથમ કંપની બની છે. ચેરીની સાથે મળીને સંતુષ્ટિ એ ૧૦૦ ટકા નેચરલ ગ્રીક યોગર્ટ પ્રોડકટ પાંચ અલગ-અલગ ફલેવરમાં લોન્ચ કરી છે, જેને અભૂતપૂર્વ લોકચાહના અને સરાહના મળી રહી છે. તેમજ તમામ આઉટલેટમાં એક સમાન સ્વાદ જળવાઈ રહે તે માટે સંતુષ્ટિ અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીની મદદથી તમામ કોન્સનટ્રેટસ પોતાને ત્યાં જ બનાવતી ભારતની એક માત્ર કંપની છે. ઓટોમેટીક પ્લાન્ટસ, આધુનિક પદ્ધતિ, ઈમ્પોર્ટેડ મશીન્સની મદદથી બરોડા ખાતે ૭૦ થી ૮૦ હજાર સ્કવેર ફુટમાં ફેકટરી સ્થાપી સંતુષ્ટિ ગુજરાતમાં શ‚ થયેલી દેશની મોટામાં મોટી ડેરી પ્રોડકટસ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે.

સુનીલભાઈની સંતુષ્ટિનું ફ્રેન્ચાઈઝી મોડેલ પણ સફળતાની નવી ઉંચાઈઓને આંબી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુનીલભાઈના સતત સાથ અને માર્ગદર્શનને લીધે સંતુષ્ટિ દ્વારા અપાયેલ તમામ ફ્રેન્ચાઈઝી સફળતાપૂર્વક કાર્યરત છે. જેનાથી તેમના સંચાલકો શ્રેષ્ઠ સી.ઈ.ઓ. બન્યા છે. સામાન્યત: ફ્રેન્ચાઈઝી મોડેલમાં એક તરફ નવા આઉટલેટ ખૂલતા જતા હોય, તો બીજી તરફ ટપોટપ જૂના આઉટલેટ બંધ થતા હોય, તેવા સમયે સંતુષ્ટિ જ એક માત્ર એવી બ્રાન્ડ છે, જેની એક પણ ફ્રેન્ચાઈઝી હજુ સુધી બંધ નથી થઈ અને જૂના આઉટલેટના માલિકો નવી ફ્રેન્ચાઈઝીની માંગણી કરી રહ્યા છે. આ જ તો છે સંતુષ્ટિની સફળતાનો સાચો ગ્રાફ. સંતુષ્ટિની તમામ હવે માત્ર શેક જ નહિ પરંતુ વોફલ, આઈસક્રીમ, ફાલુદા, લસ્સી, યોગર્ટ, અવનવા દૂધના વ્યંજનો મળીને કુલ ૨૬થી વધુ વેરાયટી પીરસવામાં આવે છે.

શ્રેષ્ઠ ગુણવતા અને સ્વાદ જ નહિં, પરંતુ સંતુષ્ટિ દ્વારા સમાજના ઉત્થાન થકી દેશના ઉત્થાનને મિશન બનાવી વિકાસ કરાઈ રહ્યો છે. સ્ત્રી સશકિતકરણમાં પણ અગ્રેસર એવી સંતુષ્ટિ પોતાના નવા આઉટલેટ શ‚ કરવા માટે મહિલા એન્ટરપ્રેન્યોરને ખાસ્સું પ્રોત્સાહન પુરુ પાડે છે. સંતુષ્ટિના અનેક આઉટલેટ પર મુક-બધીર લોકોને નોકરી આપી તેઓને આર્થિક રીતે પગભર બનાવવામાં મદદ‚પ થવામાં આવે છે. તો સંતુષ્ટિની પેપર બેગ વિધવા બહેનોની સંસ્થાઓ પાસે બનાવરાવવામાં આવે છે. સંતુષ્ટિ દરેક માટે છે ચાહે તે નાનું બાળક હોય કે કુટુંબના કોઈ વડીલ. ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવાતા તમામ તહેવારોની પણ સંતુષ્ટિ ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. આવી રીતે સંતુષ્ટિએ એ એક તરફ સંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખ્યા તો બીજી બાજુ આધુનિક તકનીક થકી વિકાસ પણ સાઘ્યો.

અંતમાં સુનીલભાઈએ સંતુષ્ટિ પર આટલો પ્રેમ વરસાવવા બદલ રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક આભાર અભિવ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની લાગણીને લીધે જ આજે વિશ્ર્વ સ્તરે સંતુષ્ટિ રાજકોટનું નામ કરી રહ્યું છે. પોતાના જીવનને જ પોતાના સંદેશ તરીકે ગણાતા સુનીલભાઈએ આજના યુવાનોને સુંદર સંદેશ આપ્યો કે તેઓ તેમની પેશનને અનુસરે, સફળતા તો આપમેળે જ એમના ખોળામાં આવીને પડશે. આ પત્રકાર પરિષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટાઝીંગના ડિરેકટર જીતુભાઈ કોઠારી અને વ્યવસ્થા રીઝલ્ટ એડવર્ટાઝીંગનાં ડિરેકટર મેહુલભાઈ દામાણીએ સંભાળેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.