Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓની મુલાકાત દરમિયાન ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ વેળાએ રાજકોટ રેંજના આઈ જી અશોક યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Image 2023 05 02 At 11.25.21

જામનગરમાં ગઈકાલે ૧લી મે ના દિવસે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં થઈ હતી, જેના ભાગરૂપે જામનગર પોલીસ વિભાગ અને ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શની યોજાઈ રહી છે, તે હજુ આવતીકાલ સુધી ચાલુ રહેશે.

Whatsapp Image 2023 05 02 At 11.25.47 1

ત્યારે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે, તેઓનો સવારે ૧૦.૪૫ વાગ્યે જામનગરની એસ.પી. કચેરીમાં આગમન થયું હતું. ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. અને લાલ જાજમ બિછાવી તેઓને વિશેષ રૂપે આવકારવામાં આવ્યા હતા.

Whatsapp Image 2023 05 02 At 11.25.48 1

આ વેળાએ રાજકોટ રેંજના અશોક યાદ જિલ્લા પોલિસ વડા પ્રેમ:સુખ ડેલુ ઉપરાંત જામનગર જિલ્લાના સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને રાજ્યના પોલીસવડા ને વિશેષ આવકાર અપાયો હતો. ત્યારબાદ તેઓએ એસ.પી. કચેરી ખાતે જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.