Abtak Media Google News

સરકારે સરકારી કર્મચારીઓ માટે છઠ્ઠા પગારપંચમાં મોંઘવારી ભથ્થાને લઇને જાહેરાત કરાઇ છે. છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

આ નિર્ણય બાદ સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડનું વધારાનું ભારણ પડશે. અધિકારીઓ અને કર્મચારીને આ મોંઘવારી ભથ્થું ઓગસ્ટ- 2019ના પગાર સાથે ચુકવવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19,359 કર્મચારીઓ અને પેન્શનરોને 1-7-2018થી 6% તથા 1-1-2019થી વધુ 6% મળી કુલ 12% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.