Abtak Media Google News

આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં ૭૫૦ પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્રો ખોલવાની મહત્વની જાહેરાત

રાજ્યની આરોગ્ય ક્ષેત્રની યોજનાઓમાં સિમાચિહ્ન‚પ સાબીત યેલી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના સઘન અમલીકરણ બદલ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનું રઘુવંશી સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં વસતા રઘુવંશી સમાજના ૨૦,૦૦૦ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ેલેસેમિયા રોગના દર્દીઓનું નિ:શુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવશે.

‚પાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે ેલેસેમિયા રોગ રઘુવંશી સમાજમાં વિશેષ કરી જોવા મળે છે અને તેના પ્રત્યે હવે જાગૃતિ પણ જોવા મળે છે. ત્યારે, આ રોગના દર્દીઓના ઓપરેશન સહિતની સારવાર રાજ્ય સરકાર દ્વારા સાવ નિ:શુલ્ક કરવામાં આવશે.મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં આરોગ્યક્ષેત્રની લોકહિતકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દર્દીઓને સસ્તા દરે દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. બજારમાં મોંઘા ભાવે મળતી દવાઓ આ જનઔષધિ કેન્દ્રમાં ૭૦ ટકા સુધી ઓછા ભાવે મળે છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં ૭૫૦ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.તેમણે કહ્યું કે રોટલો એટલે ભોજન અને ઓટલો એટલે કે ઘર એ વિષય અમારી કાર્યસૂચિમાં અગ્રિમ છે. વર્ષ ૨૦૨૧ સુધીમાં રાજ્યના તમામ પરિવારોને ઘરનું ઘર આપી દેવામાં આવશે, બનાવી દેવામાં આવશે. ગામડામાં વસતા અઢી લાખ પરિવારોને રૂ. દોઢ લાખની સહાય કરી મકાન બાંધકામ કરી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧૦૨ વર્ષ પછી મહેસુલી કાયદામાં સુધારા કરી યુએલસીમાં ફાજલ પડેલી જમીનમાં યેલા રહેણાંક હેતુના બાંધકામો તા સૂચિત સોસાયટીઓને કાયદેસરતા બક્ષી તેના અધિકારો આપવામાં આવ્યા છે. તેનાી અત્યાર સુધી દબાણ ગણાતી જમીનની માલિકી તે ઘરપરિવારને આપવામાં આવી છે.આ વેળાએ  તેમની સો ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, હસુભાઇ, જયેષ્ઠારામભાઇ ચતવાણી, કેતનભાઇ પાવાગઢી, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ લાલ, હરકિશોરભાઇ બરછા, જીતુભાઇ સોમાણી, ભૂપેન્દ્રભાઇ સચદે, મનિષ રાડિયા, કલેકટર ડો. વિક્રાંત પાંડે સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.