Abtak Media Google News

ધારાસભ્ય પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ સરકાર સામે વીજ ગ્રાહકોના ફ્યુઅલ સરચાર્જમાં વધારો ઝીંક્યા મામલે આકરા પ્રહાર કર્યા છે. ધાનાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વીજળીના ભાવની બાબતમાં લોકોને છેતરી રહી છે. દર વર્ષે વીજળીનો ભાવ યથાવત રાખવાનું નાટક ભજવાય છે. પણ પાછલા બારણેથી ફ્યુઅલ સરચાર્જમાં દરવર્ષે વધારો ઠોકી લૂંટ ચલાવાય છે.

Advertisement

ગત મે-ર૦ર૧માં સરકારી ૧.૩૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ ચાર્જ એટલે કે ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧.૮૦ વસુલાતો હતો તે મે-ર૦રરમાં વધીને રૂ. ર.પ૦ થઇ ગયો છે. મતલબ કે છેલ્લા એક વર્ષમાં સરકારી વીજટેરીફમાં કોઇ વધારો થયો નથી, પણ ફ્યુઅલ સરચાર્જમાં એક જ વર્ષમાં યુનિટે ૭૦ પૈસાનો ધરખમ વધારો થયો છે. જેના કારણે લોકોના રહેણાંકના વીજબીલમાં ફ્યુઅલ સરચાર્જનું ભારણ આશરે ૩૮ ટકા જેટલું વધી ગયું છે.

Screenshot 11 11

મહિને ર૦૦ યુનિટ વાપરતા વીજગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જ પેટે મે-ર૦ર૧માં રૂ. ૩૬૦ ચૂકવવા પડતા હતા, હવે તેમને મે-ર૦રરમાં ફ્યુઅલ સરચાર્જ મહિને રૂ. પ૦૦ ચૂકવવાનો વારો આવ્યો છે. જા આવો અસહ્ય વધારો વીજગ્રાહકો પાસેથી વસુલાતો હોય તો જીયુવીએનએલ મારફતે રાજ્ય સરકારે ગ્રાહકોની લૂંટફાંટ બંધ કરવી જાઇએ, તેવી ધારાસભ્યએ માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.